________________
ચૈિત્યવદન મહાભાષ્ય
व्याख्या- भाषा असत्यामृषेयं वर्तते, सा चामन्त्रण्यादिभेदादनेकविधा, तथा . चोक्तम् – 'आमंतणि आणवणी जायणि तह पुच्छणी य पनवणी । पच्चक्खाणी भासा भासा इच्छाणुलोमा य ।।१।। अणभिग्गहिया भासा भासा य अभिग्गहमि बोद्धव्वा। संसयकरणी भासा वोयड अव्वोयडा चेव ।।२।।' (दशवै० नि. २७८)इत्यादि, तत्रेह याचन्याधिकार इति, यतो याञ्चायां वर्तते यदुत आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु' त्ति । आह- रागादिरहितत्वादारोग्यादि-प्रदानविकलास्ते, ततश्च किमनयेति ?, उच्यते, सत्यमेतत्, नवरं भक्त्या भाषितैषा, अन्यथा नैव क्षीणप्रेमद्वेषाः क्षीणरागद्वेषा इत्यर्थः, 'ददति' प्रयच्छन्ति, किं न प्रयच्छन्ति ?, अत आह-समाधिं च बोधिं चेति गाथार्थः (નાવશ્યસૂત્રનાથ - ૨૦૧૧)
આચાર્ય કહે છે
આ પ્રાર્થના અસત્યામૃષા (સાચી નહિ તેમ જુઠી પણ નહિ એવી) ભાષા છે, અને કેવળ ભક્તિથી બોલાયેલ છે. જેમના રાગ-દ્વેષ ક્ષીણ થઈ ગયા છે તેવા પ્રભુ સમાધિ અને બોધિ આપતા નથી.” આવશ્યકસૂત્રનિયુક્તિ ગાથાનો અર્થ આ પ્રમાણે છે ,
આ ભાષા અસત્યામૃષા છે. તે ભાષા “આમંત્રણી’ આદિ અનેક પ્રકારની છે. કહ્યું છે કે- આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પ્રચ્છની, પ્રતાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાનુલોમા, અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા આ અસત્યામૃષા ભાષા છે. (૧) આમંત્રણી - હે દેવદત્ત! એ પ્રમાણે આમંત્રણ (= સંબોધન) કરવું. (૨) આજ્ઞાપની – આ કામ કર એ પ્રમાણે આજ્ઞા કરવી. * (૩) યાચની – ભિક્ષા આપ એ પ્રમાણે માગણી કરવી. (૪) પ્રચ્છની – આ શું છે? એમ પૂછવું. (૫) પ્રજ્ઞાપની - હિંસામાં પ્રવૃત્ત થયેલો દુઃખી થાય છે એમ નિરૂપણ કરવું. (૬) પ્રત્યાખ્યાની – “આપવાની ઈચ્છા નથી” એમ નિષેધ કરવો. (૭) ઈચ્છાનુલોમા - દેવદત્તને યજ્ઞદરે કહ્યું કે આપણે સાધુની પાસે જઈએ. દેવદત્તે કહ્યું : આ સારું છે. આમ ઈચ્છાને અનુકુળ એવી ભાષા તે ઈચ્છાનુલોમા ભાષા છે. (૮) અનભિગૃહીતા - ‘ડિત્થ' વગેરે અર્થ વિનાની ભાષા બોલવી.
૨૬૪