________________
ચૈત્યવદન મહાભાષ્ય
'', તુટેન તતઃ પિત્રા શ્રેયાંસ નિનવરો પતિઃ |
तथा भवति वासुपूज्यो वसुपूज्यनृपस्य यदपत्यम् ।।५७९।।
શ્રેયાંસ શબ્દમાં શ્રેય અને અંશ એમ બે વિભાગ છે. તેમાં શ્રેય એટલે પ્રશંસનીય અંશ એટલે શરીરના અંગો. જેના શરીરનાં અંગો પ્રશંસનીય છે તે શ્રેયાંસ કહેવાય. બીજો પણ આ ગુણ છે ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને કિંમતી શયા ઉપર આરૂઢ થવાનો દોહલો થયો. તે શય્યા કુલદેવતાના પ્રભાવથી અપરિભોગ્ય હતી = તેના ઉપર કોઈ આરૂઢ થઈ શકતું ન હતું. કારણકે કુલદેવતા અન્ય કોઈ સ્વજન તે શયા ઉપર આરૂઢ થાય તે સહન કરી શકતો ન હતો. (જે તેના ઉપર આરૂઢ થાય તેને કુલદેવતા ઉપદ્રવ કરતો હતો. દેવતાથી અધિષ્ઠિત આ શય્યા પરંપરાથી આવેલ હતી, અને તેની પૂજા કરાતી હતી. તેનો ઉપયોગ થતો ન હતો.) રાણી તે શયામાં સૂતી એટલે દેવતા સહસા નાશી ગયો. તેથી પ્રસન્ન થયેલ પિતાએ આ જિનવરનું શ્રેયાંસ’ એવું નામ કર્યું. (૫૭૬ થી ૧૭૯ પૂર્વાર્ધ.)
સહવાपूएइ वासवो जं जणणिं गब्भट्ठियम्मि जिणनाहे। आणंदनिब्भरमणो, वत्थाहरणेहि अणवरयं ॥५८०॥ ૩થવાपूजयति वासवो यद् जननीं गर्भस्थिते जिननाथे । आनन्दनिर्भरमना वस्त्राभरणैरनवरतम् ।। ५८०।। तम्हा तिलोयपहुणो, पिऊणा तुद्रुण सयणपच्चक्खं । नाम पि वासुपुज्जो, पइट्ठियं भुवणसुपसिद्धं ॥५८१॥ तस्मात् त्रिलोकप्रभोः पित्रा तुष्टेन स्वजनप्रत्यक्षम् । नामाऽपि वासुपूज्यः प्रतिष्ठितं भुवनसुप्रसिद्धम् ।।५८१।।
તથા વસુપૂજ્ય રાજાનો પુત્ર તે વાસુપૂજ્ય. (અહીં અપત્ય અર્થમાં - તદ્ધિતનો [ પ્રત્યય લાગવાથી વાસુપૂજ્ય શબ્દ બન્યો છે.) ભગવાન માતાના - ગર્ભમાં હતા ત્યારે આનંદથી પૂર્ણ મનવાળો ઈંદ્ર માતાની વસ્ત્ર-આભૂષણોથી
૨૪૫