________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
अर्थात् न्याय मापीन विवाहनो अंत यावे छ. (५८८)
एवं विमलं बुद्धिं, कयवम्मनराहिवेण नाऊण। एसो गब्भपभावो, सुयस्स विमलो कयं नाम ॥५८९॥ एवं विमलां बुद्धिं कृतवर्मनराधिपेन ज्ञात्वा । एष गर्भप्रभावः सुतस्य विमलः कृतं नाम ।। ५८९।।
આ પ્રમાણે માતાની વિમલ બુદ્ધિને જાણીને કૃતવર્મ રાજાએ આ ગર્ભનો પ્રભાવ છે એમ વિચારીને પુત્રનું વિમલ એવું નામ કર્યું. (૫૮૯)
नाणं जेण अणंतं, बलं च विरियं च सासयसुहं च। तेण जिणेदोऽनंतो, अन्नं पि हु कारणं अत्थि ॥५९०॥ .. ज्ञानं येन अनन्तं बलं च वीर्यं च शाश्वतसुखं च ।। तेन जिनेन्द्रोऽनन्तो ऽन्यदपि खलु कारणमस्ति ।।५९०।। जम्हाऽवयारसमए, जएक्कनाहस्स दिट्ठमंबाए। रयणविचित्तमणंतं, दामं सुमिणे तओऽणतो ॥५९१॥ यस्मादवतारसमये जगदेकनाथस्य दृष्टमम्बया । रत्नविचित्रमनन्तं दाम स्वप्ने ततोऽनन्तः ।। ५९१।।
અનંતજ્ઞાન, અનંતબલ, અનંતવીર્ય અને અનંત શાશ્વત સુખ હોવાના કારણે જિનેંદ્ર અનંત કહેવાય છે. બીજું પણ કારણ છે. ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં રત્નોથી જડેલો અનંત=મોટો હાર જોયો. તેથી પ્રભુનું અનંત એવું નામ થયું. (૫૯૮-૫૯૧)
धम्मफलभूयरूवाइगुणगणो धम्मदेसओ सो सो। पच्चक्खो धम्मो इव, भन्नइ धम्मो जिणो तेण ॥५९२॥ धर्मफलभूतरूपादिगुणगणो धर्मदेशकः स सः । प्रत्यक्षो धर्म इव भण्यते धर्मो जिनस्तेन ।।५९२।।
२४८