________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
આરાધના કરું, આ પ્રમાણે સંવંગરૂપી રસાયણથી સ્વસ્થ સર્વ અંગોવાળા બનીને અતિચારથી ભય પામતો હોવાથી પ્રતિલેખન-પ્રમાર્જનમાં તત્પર બનીને સાધુ કે શ્રાવક ચૈત્યવંદન કરે.
(૪) ચૈત્યવંદન કરતાં પહેલાં શું કરે તે કહે છે— ચૈત્યવંદન કરતાં પહેલાં સ્વ-પરને આનંદ કરનારા, સુકવિએ રચેલા, મંગલ કરનારા વિવિધ શ્લોકોને મંગલ પાઠકની જેમ ઊંચા સ્વરે બોલે, અર્થાત્ વિવિધ સુંદર સ્તુતિઓ બોલે.
(૫) કેવી મુદ્રામાં ચૈત્યવંદન કરે તે કહે છે– પંચાંગ પ્રણામ કરીને જમણો ઢીંચણ ભૂમિ ઉપર સ્થાપીને ડાબો ઢીંચણ ભૂમિને કંઈક લાગેલો ન હોય તે રીતે રાખીને, અર્થાત્ ડાબા ઢીંચણને ભૂમિથી કંઈક અદ્ધર રાખીને, મસ્તકે અંજલિ કરીને, ચક્ષુ-મનને જિનબિંબના ચરણકમલમાં અત્યંત સ્થિર કરીને, “નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં” ઈત્યાદિ પ્રણિપાત સ્તવને ‘અસ્ખલિત’ આદિ ગુણોથી યુક્ત બોલે.
વિશેષાર્થઃ– અસ્ખલિત આદિ ગુણો આ પ્રમાણે છે—
અસ્ખલિતઃ– અચકાયા વિના બોલવું, અર્થાત્ જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પત્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્રો બોલતાં ખચકાવું ન જોઈએ.
અમીલિતઃ– ઉતાવળથી પદો એકી સાથે ન બોલી જતાં દરેક પદ છૂટું છૂટું બોલવું.
અવ્યત્યાક્રેડિતઃ— જ્યાં અટકવાનું હોય ત્યાં જ અટકવું, ન અટકવાનું હોય ત્યાં ન અટકવું, અર્થાત્ સંપદા પ્રમાણે બોલવું.
પ્રતિપૂર્ણઃ- અનુસ્વાર, માત્રા વગેરે દબાઈ ન જાય તેમ શુદ્ધ બોલવું.
પ્રતિપૂર્ણઘોષઃ— ઉદાત્ત, અનુદાત્ત (ઊંચેથી, ધીમેથી, લંબાવીને કે ટુંકાવીને) વગેરે જેવા ઉચ્ચારથી બોલવાનું હોય તેવા ઉચ્ચારથી બોલવું.
૧૨૨