________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
कृत्स्नं केवलकल्पं लोकं जानन्ति तथा च पश्यन्ति । केवलचरित्रज्ञानिनस्तस्मात् ते केवलिनो भवन्ति ।। ५२८।।
व्याख्या-'कृत्स्नं सम्पूर्णं केवलकल्प केवलोपमम् इह कल्पशब्द औपम्ये गृह्यते, उक्तं च– 'सामर्थ्य वर्णनायां च छेदने करणे तथा । औपम्ये चाधिवासे च, कल्पशब्दं विदुर्बुधाः ।।१।।' 'लोकं' पञ्चास्तिकायात्मकं जानन्ति विशेषरूपतया, तथैव सम्पूर्णमेव, च शब्दस्यावधारणार्थत्वात् पश्यन्ति सामान्यरूपतया, इह च ज्ञानदर्शनयो: सम्पूर्णलोकविषयत्वे च बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति, नवरं – 'निर्विशेष विशेषाणां, ग्रहो दर्शनमुच्यते। विशिष्टग्रहणं ज्ञानमेवं सर्वत्रगं द्वयम् ।।१।।' इत्यनया दिशा स्वयमेवाभ्यूह्यमिति, यतश्चैवं केवलचारित्रिणः केवलज्ञानिनश्च तस्मात्ते केवलिनो भवन्ति, केवलमेषां विद्यत इति केवलिन इतिकृत्वा । आह- इहाकाण्ड एव केवलचारित्रिण इति किमर्थम् ?, उच्यते, केवलचारित्रिप्राप्तिपूर्विकैव नियमतः केवलज्ञानावाप्तिरिति न्यायप्रदर्शनेन नेदमकाण्डमिति गाथार्थः ।। (आवश्यकसूत्र नियुक्तिगाथा - १०७९) - અરિહંતો કેવલકલ્પ લોકને સંપૂર્ણ જાણે છે, અને સંપૂર્ણ જ જુએ છે, તેથી કેવલચારિત્રી અને કેવલજ્ઞાની છે. કેવલચારિત્રી અને કેવલજ્ઞાની હોવાથી કેવલી છે. : વિશેષાર્થ – કેવકલ્પ- અહીં કેવલ એટલે અનંત, કલ્પ એટલે સમાન. લોક કેવકલ્પ છે એટલે કે અનંત સમાન છે. લોક અનંત નથી કેમ કે તેનો અંત છે. પણ લોક એટલો બધો મોટો છે કે જાણે અનંત છે = અંતરહિત હોય તેવો જણાય છે. માટે લોક કેવકલ્પ = કેવલ સમાન છે. કલ્પ શબ્દનો ઉપમા અર્થમાં " પ્રયોગ થાય છે. એ વિષે કહ્યું છે કે- “વિબુધ પુરુષો કલ્પ શબ્દને સામર્થ્ય, વર્ણન, છેદન, કરણ, ઉપમાં અને અધિવાસ આટલા અર્થમાં જાણે છે.”
. • લોક = પંચાસ્તિકાય સ્વરૂપ લોક સમજવો. જાણે છે = પદાર્થને વિશેષરૂપે જાણે છે. જુએ છે = પદાર્થને સામાન્યરૂપે જુએ છે.
અહીં જ્ઞાન-દર્શન અંગે અને જ્ઞાન-દર્શનનો વિષય સંપૂર્ણ લોક છે એ અંગે ઘણું કહેવા જેવું છે, પણ ગ્રંથવિસ્તારના ભયથી તે કહેવાતું નથી. આમ છતાં આટલું કહીએ છીએ કે- “પદાર્થોનો સામાન્ય બોધ એ દર્શન કહેવાય છે, અને વિશેષ બોધ એ જ્ઞાન કહેવાય છે. આ પ્રમાણે સર્વ પદાર્થો વિષે જ્ઞાન-દર્શન
૨૨૯