________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
सच्चमिणं किंतु फुडं, अन्नं पि हु एत्थ कारणं अस्थि 1 'एयस्स ऊरुजुयले, तवियसुवन्नुज्जलं धवलं ॥ ५४२ ॥ सत्यमिदं किंतु स्फुटमन्यदपि खल्वत्र कारणमस्ति । एतस्योरुयुगले तप्तसुवर्णोज्ज्वलं धवलम् ।।५४२।।
१. यानि चात्र तीर्थकरनामप्रदानकारणानि दर्शितानि तानि सर्वाण्येव श्री आवश्यके क्वचित् प्रकारान्तरेण सकथानकानि १०८० - १०९१ गाथासु सुस्पष्टतानि - आवश्यके ( पृ० ५०२-५०६)
अन्नोन्नाभिमुहं किर, वसहजुगं लंछणं रुइरमासि ।
सुमिणम्मि पढममुस भो, चोदससुमिणाण मज्झम्मि || ५४३॥ अन्योन्याभिमुखं किल वृषभयुगं लाञ्छनं रुचिरमासीत् । स्वप्ने 'प्रथममृषभश्चतुर्दशस्वप्नानां मध्ये ।।५४३ ।। दिट्ठो मरुदेवी, तेण कयं उसहनाममेयस्स । तुट्टेणाऽमरवइणा, अन्नेसिं पुण ठिई एसा ॥ ५४४ ॥
दृष्टो मंरुदेव्या तेन कृतमृषभनामैतस्य । तुष्टेनाऽमरपतिना अन्येषां पुनः स्थितिरेषा ।। ५४४ ।।
અથવા વૃષભ એવું નામ છે. તેમાં વૃષ અને મેં એ બે પદો મળીને વૃષભ શબ્દ બન્યો છે. વૃષ એટલે ધર્મ અને મેં એટલે ભાવિત કરનાર. આત્માને ધર્મથી દૃઢ ભાવિત કરે છે તેથી વૃષભ છે.
પ્રશ્નઃ— જો આમ છે તો બધાય જિનો વૃષભ કેમ ન કહેવાય ? અર્થાત્ આ પ્રમાણે તો બધાય જિનો વૃષભ છે.
ઉત્તરઃ— આ સાચું છે. પણ આમાં અન્ય પણ સ્પષ્ટ કારણ છે. તે આ પ્રમાણે– આ જિનના બે સાથળમાં તપેલા સુવર્ણ જેવું ઉજ્વળ, શ્વેત, પરસ્પર સન્મુખ અને મનોહર એવું વૃષભયુગલ ચિહ્ન હતું. તથા મરુદેવા માતાએ સ્વપ્નમાં જોયેલા ચૌદ સ્વપ્નોમાં સર્વ પ્રથમ ઋષભને જોયો હતો. તેથી તુષ્ટ થયેલા ઈંદ્રે આ જિનનું ૠષભ નામ કર્યું. બીજા જિનોને આશ્રયીને સ્વપ્નોનો ક્રમ
૨૩૫