________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
प्रेत्य जिनधर्मलाभो बोधिलाभ इति तमपि खलु किमर्थम् । मार्गयत ? निरुपसर्गो मोक्षः तत्प्रापनिमित्तम् ।।४००।। બોધિલાભ એટલે પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ. પ્રશ્ન – બોધીલાભની માગણી શા માટે કરો છો ? "
ઉત્તર – નિરુપસર્ગની પ્રાપ્તિ માટે. નિરુપસર્ગ એટલે મોક્ષ. મોક્ષની પ્રાપ્તિ થાય એ માટે બોધિલાભની માગણી કરવામાં આવે છે.
વિશેષાર્થ– પૂર્વપક્ષ – સાધુ અને શ્રાવકને બોધિલાભ છે જ, તેથી તે નિમિત્તે કાયોત્સર્ગ બિનજરૂરી છે. સિદ્ધને સાધવાનું હોતું નથી. - ઉત્તરપક્ષ – સાધુ-શ્રાવકને બોધિલાભ છે જ એ વાત સાચી છે, પણ એ ક્ષાયોપથમિક હોવાથી કદાચ ક્લિષ્ટ મોહનીય કર્મનો ઉદય થઈ જાય તો બોધિલાભ ચાલ્યો જાય એ સંભવિત છે. આથી મોહનીયકર્મના ઉદયથી બોધિલાભ આ ભવમાં કે પરભવમાં ચાલ્યો ન જાય એ નિમિત્તે કાયોત્સર્ગ જરૂરી છે. કાયોત્સર્ગ કરવાથી આત્મામાં શુભભાવ ઉત્પન્ન થાય છે. એ શુભભાવ અશુભકર્મને નિષ્ફળ બનાવે છે. જેવી રીતે અશુભભાવ પાપકર્મનો બંધ કરાવે છે, તેવી રીતે શુભભાવ બંધાયેલા કર્મની નિર્જરા વગેરે કરાવે છે.
. કાયોત્સર્ગ કરવા છતાં જો શુભભાવ દઢ ન હોય = પ્રબલ ન હોય તો બોધિલાભ ચાલ્યો જાય એ પણ સંભવિત છે. આમ છતાં ગયેલો બોધિલાભ ફરી - કાયોત્સર્ગ કરવાથી થયેલા પ્રબલ ભાવથી આવવાનો સંભવ છે.
- આમ કાયોત્સર્ગથી અવિદ્યમાન બોધિલાભનો લાભ થાય છે, વિદ્યમાન બોધિલાભનું રક્ષણ થાય છે, અને ચાલ્યો ગયેલો બોધિલાભ ફરી આવે છે. માટે બોવિંલાભ માટે કાયોત્સર્ગ જરૂરી છે.
પ્રજ્ઞ– ક્ષાયોશિમિક બોધિલાભવાળા જીવોને બોધિલાભ જવાનો સંભવ છે, પણ ક્ષાયિક બોધિલાભવાળાને જવાનો સંભવ નથી. તો તેના માટે કાયોત્સર્ગ બિનજરૂરી ગણાય ને?
૧૭૭.