________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
વિશેષ સ્તિ સાધી શકાય. જો આગારો ન હોય અને કાયોત્સર્ગ પારે તો કાયોત્સર્ગ ભંગ થાય. કાયોત્સર્ગ ભંગથી પણ અશુભ કર્મબંધ વગેરે અહિત થાય. આમ અહિતથી બચવા અને હિત સાધવા માટે કાયોત્સર્ગમાં આગારો રાખેલા છે. આગારોથી આવા પ્રસંગે સમાધિ જળવાય અને વ્રતભંગ પણ ન થાય, એમ બે લાભ થાય. આમ લાભાલાભનો વિચા૨ કરીને અધિક લાભ થાય તેમ વર્તવું જોઈએ. માટે જ કાયોત્સર્ગમાં આગારો રાખવામાં આવ્યા છે. (૪૫૬-૪૫૭)
किञ्च
अविहिमरणं अकाले, सलहिज्जइ नेय धम्मियजणाणं । अप्पाणम्मि परम्मि य, जेण समो तेसि परिणामो ॥ ४५८ ।। જિન્ગ્યુ -
अविधिमरणमकाले श्लाघ्यते नैव धार्मिकजनानाम् । आत्मनि परे च येन समस्तेषां परिणामः । । ४५८ ।। વળી—
1
ધાર્મિક લોકોનું અકાલે અવિધિથી થતું મરણ નથી જ વખણાતું. કારણકે ધાર્મિક લોકોનો પોતાનામાં,અને પરમાં સમાન પરિણામ હોય છે.
વિશેષાર્થઃ– કાયોત્સર્ગમાં જો શ્વાસનિરોધ આદિથી મૃત્યુ થાય તો તે મૃત્યુ અકાળ મૃત્યુ ગણાય, અને અવિધિવાળું મૃત્યુ ગણાય. (૪૫૮) जओ भणियं
भावियजिणवयणाणं, महत्तरहियाण नत्थि उ विसेसो । अप्पाणम्मि परम्मि य, तो वज्जे पीडमुभओऽवि ॥ ४५९॥ यतो भणितम् – `भावितजिनवचनानां महत्तरहृदयानां नास्ति तु विशेषः । आत्मनि परे च ततो वर्जयेत् पीडामुभतोऽपि ।। ४५९।। કારણ કે કહ્યું છે કે—
૨૦૧