________________
ચૈત્યવદન મહાભાષ્ય
तीर्थं येन तीर्यते द्रव्ये नदी-सागराणामवतारः । येनोत्तरन्ति लोकाः सुखेन समभूमिरूपेण ।।५१८।।
જેનાથી તરાય તે તીર્થ. તીર્થના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. સમભૂમિરૂપ જે સ્થાનથી લોકો સુખપૂર્વક નદી-સમુદ્રને ઉતરે છે = પાર કરે છે તે નદી-સમુદ્રનો ઘાટ દ્રવ્યતીર્થ છે. (૫૧૮)
तं कह णु दव्वतित्थं, जम्हा नेगंतओ तहिं तरणं ?। .. जं तेणाऽवि पइट्टा, बुटुंता केइ दीसंति ॥५१९॥ तत्कथं नु द्रव्यतीर्थं यस्माद् नैकान्ततस्तत्र तरणम् ? । ' યજોના પ્રવિણ લૂડન્તઃ વત્ દશ્યન્ત પાધ83 * પ્રશ્ન- નદી સમુદ્રનો ઘાટ દ્રવ્યતીર્થ કેમ છે ? '
ઉત્તર– ઘાટથી પણ નદી-સમુદ્રમાં પ્રવેશેલા કોઈ જીવો બુડતા દેખાય છે. આથી ઘાટથી તરાય જ એવો એકાંત નથી. (૫૧૯)
अच्चंतियं पि नो तं, पुणो पुणो तत्थ तरणसंभवओ। तम्हा तबियरीयं, विनेयं भावओ तित्थं ॥५२०॥
आत्यन्तिकमपि नो तत् पुनः पुनस्तत्र तरणसंभवतः । तस्मात् तद्विपरीतं विज्ञेयं भावतस्तीर्थम् ।।५२०।।।
તથા ઘાટરૂપ તીર્થ આત્યંતિક પણ નથી, અર્થાત્ ઘાટથી એકવાર નદી-સમુદ્રને તરી ગયા પછી ફરી ન તરવું પડે એવું પણ નથી. ત્યાં વારંવાર તરવાનો સંભવ છે. તેથી ઘાટ રૂપ તીર્થ દ્રવ્યતીર્થ છે. ભાવતીર્થ તેનાથી (= દ્રવ્યતીર્થથી) વિપરીત જાણવું.
વિશેષાર્થ – “ભાવતીર્થ દ્રવ્યતીર્થથી વિપરીત જાણવું” એ કથનનો ભાવ આ પ્રમાણે છે– દ્રવ્યતીર્થ એકાંતિક અને આત્યંતિક નથી, જ્યારે ભાવતીર્થ એકાંતિક અને આત્યંતિક છે. જે વસ્તુ પોતાનું કાર્ય અવશ્ય કરે તે એકાંતિક કહેવાય. અને જેનાથી કરેલું કામ ફરી ન કરવું પડે તે આત્યંતિક કહેવાય.
૨૨૪