________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
કાયોત્સર્ગમાં શરીર હાલે. (૩-૪) સ્તંભ-કુચ - સ્તંભ એટલે થાંભલો. કુષ્ય એટલે ભીંત. થાંભલાને કે ભીંતને ટેકો દઈને કાયોત્સર્ગ કરે. (૫) માળઃ– માળ એટલે માળિયું. માળિયાને મસ્તકનો ટેકો દઈને કાયોત્સર્ગ કરે. (૬) શબરી – શબરી એટલે ભિલડી. જેવી રીતે વસ્ત્ર રહિત ભિલડી- હાથોથી ગુપ્ત અંગોને ઢાંકે તેમ હાથોથી ગુપ્ત ભાગને ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૭) વધુ– કૂલવધૂની માફક મસ્તક નીચું રાખીને કાયોત્સર્ગ કરે. ' ' (૮) નિગડ - નિગડ એટલે બેડી. પગોમાં બેડી હોય તેમ પગોને પહોળા કરીને કે ભેગા કરીને કાયોત્સર્ગ કરે. (૯) લંબુર – અવિધિથી ચોલપટ્ટાને ઉપર નાભિમંડલની ઉપર રાખીને અને નીચે જાનુ સુધી રાખીને કાયોત્સર્ગ કરે. (ચોલપટ્ટો નાભિથી ચાર આંગળ નીચે અને જાનથી ચાર આંગળ ઉપર રાખવાનો મૂળ વિધિ છે.) (૧૦) સ્તન – ડાંસ-મચ્છર આદિ ન કરડે એ માટે અથવા અજ્ઞાનતાથી ચોલપટ્ટાથી
સ્તનોને ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૧૧) ઊર્વી – ઊર્ધ્વ એટલે ગાડાની ઉધ (કે ઉંધ). ઉધ ગાડાનું આગળનું એક અંગ છે. તે પ્રારંભમાં જરાક સાંકડું હોય પછી ક્રમશઃ જરા જરા પહોળું હોય છે. ગાડાની ઉધની જેમ બંને પગની પેનીઓને ભેગી કરીને અને બહારથી પગ પહોળા કરીને કાયોત્સર્ગ કરે એ બાહ્ય ઊર્ધ્વ દોષ જાણવો. બંને પગના અંગુઠા ભેગા કરીને અને બહારથી પેનીઓને પહોળી કરીને કાયોત્સર્ગ કરે તેને અત્યંતર ઉર્ધ્વ દોષ કહ્યો છે. (૧૨) સંયતીઃ- સાધ્વીની જેમ આખા શરીરે કપડો કે ચોલપટ્ટો ઓઢીને કાયોત્સર્ગમાં રહે. (૧૩) ખલિન – ખલિન એટલે ઘોડાના મોઢામાં રહેતું ચોકઠું. તેની જેમ રજોહરણની દશીઓ આગળ (અને દાંડી પાછળ) રહે તે રીતે રજોહરણ પકડીને કાયોત્સર્ગ કરે.
(૨૧૨.