________________
ચૈત્યવન મહાભાષ્ય
કાયોત્સર્ગમાં સાંજે સો, સવારે પચાસ, પક્ષમાં ત્રણસો, ચાતુર્માસમાં પાંચસો અને વર્ષમાં આઠ અધિક એક હજાર શ્વાસોચ્છવાસ થાય છે.
વિશેષાર્થ – ચંદેસુ નિમ્મલયરા સુધી એક લોગસ્સના ૨૫ શ્વાસોશ્વાસ થાય છે. આથી સાંજના પ્રતિક્રમણમાં ચાર (ક્રમશઃ ર-૧-૧ એમ ચાર) લોગસ્સ, સવારના પ્રતિક્રમણમાં બે (ક્રમશઃ ૧-૧ એમ બે) લોગસ્સ, પાક્ષિક પ્રતિક્રમણમાં બાર લોગસ્સ, ચોમાસી પ્રતિક્રમણમાં ૨૦ લોગસ્સ અને સંવત્સરી પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સ + ૧ નવકાર કાયોત્સર્ગનું પ્રમાણ થાય છે. (૪૭૩)
कारणनियमविसेसा, एत्तो ऊणाहिया ऽवि विज्जंति । सव्वेसि तेसि करणे, एगो च्चिय दंडओ एसो ॥४७४॥ कारणनियमविशेषादित ऊनाधिका अपि विद्यन्ते । सर्वेषां तेषां करणे एक एव दण्डक एषः ।।४७४।।
કારણવિશેષથી કે નિયમવિશેષથી આનાથી ન્યૂન-અધિક પણ કાયોત્સર્ગો હોય છે. એ બધા કાયોત્સર્ગો કરવામાં આ (= ઉન્નત્ય સિપUT એ) એક જ દંડક (= આલાવો) બોલાય છે. (૪૭૪)
नूणं तयत्थमेए, परूविया बहुविहा ऽवि अववाया। नवकारपढणसीमाकरणे पुण एस भावत्थो ॥४७५॥ नूनं तदर्थमेते प्ररूपिता बहुविधा अपि अपवादाः ।
नमस्कारपठनसीमाकरणे पुनरेष भावार्थः ।।४७५।। - તે માટે જ આ ઘણા પ્રકારના પણ અપવાદો (= આગારો) જણાવ્યા છે. અને કાયોત્સર્ગમાં નમસ્કાર ઉચ્ચારની જે મર્યાદા કરવામાં આવી છે તેનો ભાવાર્થ આ = નીચેની ગાથામાં કહેવાશે તે) છે. (૪૭૫)
पुन्नम्मि वि उस्सग्गे, अभणियनवकारपारणे भंगो । भणिए ऽवि तम्मि भंगो, नियनियमाणे अपुनम्मि ॥४७६॥
૨૦૭.