________________
ચૈત્યવદન મહાભાષ્ય
प्रतिबुध्यन्ते शिष्टा इति स्वपरानुग्रहोऽपीहेवेति गाथार्थः (आवश्यकसूत्र નિર્યા'થા – ૨૬૩)
છ જવનિકાયના સંઘટ્ટનાદિનો ત્યાગ કરવો એ જ જીવનિકાય સંયમ છે. છ જીવનિકાયસંયમ જીવોનું હિત છે. પુષ્પાદિપૂજારૂપ દ્રવ્ય સ્તવમાં પુષ્પાદિને ચુંટવા, સંઘટ્ટો કરવો વગેરે કારણે છ જવનિકાય સંયમનું પૂર્ણ પાલન થતું નથી. તેથી સંપૂર્ણ સંયમની પ્રધાનતાવાળા સાધુઓ પુષ્પાદિ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી.
વળી દ્રવ્યસ્તવ કરવામાં ધનનો ત્યાગ થતો હોવાથી શુભ જ અધ્યવસાય થાય છે, ઈત્યાદિ જે કહ્યું તે પણ બરોબર નથી, કારણ કે તેવો નિયમ નથી. કોઈ અલ્પસત્ત્વવાળા અથવા અવિવેકી જીવને (ધનનો ત્યાગ થવા છતાં) શુભ અધ્યવસાય ન થાય. કીર્તિ આદિ માટે પણ જીવોની દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ દેખાય છે.
પુષ્પાદિપૂજાથી શુભ અધ્યવસાય થાય તો પણ છે જીવનિકાય સંયમ જ ભાવસ્તવ છે. પુષ્પાદિપૂજારૂપ દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે. આથી દ્રવ્યસ્તવ પ્રધાન નથી, ભાવસ્તવ પ્રધાન છે. કારણ કે કાર્યોના પ્રારંભો ફલની પ્રધાનતાવાળા હોય છે (= ફળ મળે તેવા કાર્યોનો પ્રારંભ કરાય) એવો ન્યાય છે. આ ન્યાયથી ભાવસ્તવ પ્રધાન છે. પરમાર્થથી ભાવસ્તવ હોય ત્યારે જ તીર્થની ઉન્નતિ કરી શિકાય છે. ભાવસ્તવવાળો જીવ જ દેવો આદિથી સમ્યગુ પૂજ્ય બને છે. ભાવસ્તવને ફરાતો જોઈને શિષ્ટ બીજાઓ પણ સારી રીતે પ્રતિબોધ પામે છે. આ પ્રમાણે સ્વ-પરનો ઉપકાર ભાવસ્તવમાં જ છે.
આ પ્રમાણે આવશ્યક સૂત્રમાં સાધુઓને દ્રવ્યસ્તવનો નિષેધ હોવાથી તેમને દ્રવ્યસ્તવ ન હોય. (૪૦૮) - संजमविरुद्धकिच्चे, पणिहाणं नेव जुज्जए काउं ।
चिंतिज्जियसावज्जो, पणिहाणं कुणइ आरंभे ॥४०९॥ संयमविरुद्धकृत्ये प्रणिधानं नैव युज्यते कर्तुम् । चिन्त्यमानसावद्यः प्रणिधानं करोति आरम्भे ।।४०९।। સંયમથી વિરુદ્ધ કાર્યમાં પ્રણિધાન કરવું એ યોગ્ય નથી જ. સાધુ
૧૮૧