________________
ચૈિત્યવદન મહાભાષ્ય
- ઉત્તર– ક્ષાયિક બોધિલાભની અપેક્ષાએ પણ વિના વિલંબે ફળ (મોક્ષ) સાધી આપે એ હેતુએ બોધિલાભ માટે કાયોત્સર્ગ જરૂરી છે. એ જ ભવમાં અને એ જ ભવમાં પણ જલદી મોક્ષ સાધી આપે એવા બોધિલાભ માટે ક્ષાયિક બોધિલાભવાળા જીવને પણ કાયોત્સર્ગ જરૂરી છે.
પૂર્વપક્ષ – બોધિલાભ થાય એટલે મોક્ષ મળવાનો છે જ, તો પછી નિવસાવત્તિયાએ પદ બિનજરૂરી છે.
ઉત્તર – બોધિલાભ થયા પછી તરત જ મોક્ષ મળે એવો નિયમ નથી. આથી બોધિલાભ થયા પછી વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિ થાય એ માટે નિવસારાવરિયા પદ પણ જરૂરી છે. (૪૦) :
પુછડું સી-નડું તા, પૂણાનિમિત્તમ રૂપ.. कीरइ ता तेसिं चिय, करणं जुत्तं सुबुद्धीणं ॥४०१॥ पृच्छति शिष्यः- यदि तावत् पूजादिनिमित्तमेष उत्सर्गः । क्रियते ततस्तेषामेव करणं युक्तं सुबुद्धीनाम् ।।४०१।।
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે – જો પૂજા આદિ માટે આ કાયોત્સર્ગ કરાય છે તો બુદ્ધિમાનોને પૂજા આદિનું કરવું ઉચિત છે. (૪૦૧)
रंजिज्जइ मुद्धजणो, कज्जाकारीहिँ महुरवयणेहिं । सव्वन्नुवीयरागे, कज्जपहाणेहि होत्तव्वं ॥४०२॥ : रज्यते मुग्धजनः कार्याऽकारिभिर्मधुरवचनैः । सर्वज्ञवीतरागे कार्यप्रधानैर्भवितव्यम् ।। ४०२।।
કાર્યને ન કરનારાઓ મધુર વચનોથી મુગ્ધ લોકોને ખુશ કરે છે. (પણ) સર્વશ વીતરાગના વિષયમાં કાર્યની પ્રધાનતાવાળા થવું જોઈએ, અર્થાત્ અરિહંતની ભક્તિ માત્ર બોલવામાં ન હોવી જોઈએ, કિંતુ સક્રિય ભક્તિ હોવી જોઈએ. (૪૦૨) __पडिभणइ गुरू- सुंदर !, दुविहा वंदणविहाइणो पुरिसा ।
निग्गंथा य गिहत्था, तत्थ गिहत्था जहासत्तिं ॥४०३॥
૧૭૮