________________
ચૈત્યવદન મહાભાષ્ય
'लोको वा जीवलोकः स्वतश्च परतश्चापायरक्षणतः । तस्यैकान्तेन हिता लोकहिता जिनवरास्तेन ।।३२१।।
અથવા લોક એટલે જીવોરૂપી લોકો સ્વથી અને પરથી થનારા અપાયોથી રક્ષણ કરવાથી અરિહંતો એકાંતે લોકનું હિત કરનારા છે માટે લોકહિત છે.
વિશેષાર્થ – રોગાદિ અપાયો સ્વથી થનારા છે. ધનહરણ વગેરે પરથી થનારા અપાયો છે. અરિહંતો સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે. મોક્ષમાર્ગની આરાધના કરનારા જીવો સર્વ કર્મોથી મુક્ત બનીને મોક્ષમાં જાય છે. મોક્ષમાં સ્વથી કે પરથી થનારા અપાયો ન હોય. માટે અરિહંતો લોકહિત=લોકનું હિત કરનારા છે. (૩૨૧)
तह ते लोगपईवा, जम्हा सन्निहियसव्वसत्ताणं । दीवेंति पईवा इव, जीवाइपयत्थवत्थुगणं ॥३२२॥ तथा. ते लोकप्रदीपा यस्मात्सन्निहितसर्वसत्त्वानाम् । दीपयन्ति प्रदीपा इव जीवादिपदार्थवस्तुगणम् ।।३२२।।
અરિહંતો નજીકમાં રહેલા સર્વજીવોને (= વિશિષ્ટ સંજ્ઞી પંચેન્દ્રિય ' જીવોને) પ્રદીપની જેમ જીવાદિ પદાર્થો બતાવે છે માટે લોકપ્રદીપ છે = લોકમાં પ્રદીપ તુલ્ય છે.
વિશેષાર્થ – નીવાસ્થવત્યુIUI નો શબ્દાર્થ આ પ્રમાણે છે- જીવાદિ પદાર્થરૂપ વસ્તુ સમૂહ. ભાવાર્થ તો લખ્યા પ્રમાણે છે. (૩રર) ... अहवा संसयतामसमसेसमासनसनिलोगस्स।
अवणेति मणगिहाओ, लोगपईवा तओ हुंति ॥३२३॥ अथवा संशयतामसमशेषमासनसंज्ञिलोकस्य । . अपनयन्ति मनोगृहाल्लोकप्रदीपास्ततो भवन्ति ।।३२३।।
અથવા નજીકમાં રહેલા સંશી લોકના મનરૂપી ઘરમાંથી સઘળા સંશયરૂપી - અંધકારને દૂર કરે છે. તેથી અરિહંતો લોક પ્રદીપ છે. (૩૨૩)
૧૪૭.