________________
ચૈત્યવદન મહાભાષ્ય
• अथवा चतुर्दिग्धारं चतुरन्तं चक्रमेव निर्दिष्टम् । રાન-તપ:-શી-ભાવનાવતુર્ધાર ધર્મવમિત્રમ્ ભાર૪રા
અથવા ચાર દિશાઓને ધારણ કરનાર ચકને જ ચાતુરંત કહ્યું છે. આ ધર્મરૂપી ચક્ર દાન-શીલ-તપ-ભાવના એ ચારને ધારણ કરે છે.
વિશેષાર્થ – ચક્રવર્તી ચક્રની સહાયથી ભરતક્ષેત્રના ચાર અંત સુધી અધિપતિ બને છે. માટે અહીં ચક્રને ચાર દિશાઓને ધારણ કરનાર કહ્યું છે. જેવી રીતે ચક્ર ચાર દિશાઓને ધારણ કરે છે તેવી રીતે આ ધર્મરૂપ ચક્ર દાનશીલ-તપ-ભાવના એ ચારને ધારણ કરે છે. કારણકે ધર્મ દાન-શીલ-તપ-ભાવના સ્વરૂપ છે. (૩૪૩).
चउगइअंतकरं ता, धम्मो वि हु चाउरंतचक्कसमो। वटुंति तेण वरधम्मचक्कवट्टी जिणा तम्हा ॥३४४॥ चतुर्गत्यन्तकरं ततो धर्मोऽपि खलु चातुरन्तचक्रसमः । वर्त्तन्ते तेन वरधर्मचक्रवर्त्तिनो जिनास्तस्मात् ।।३४४।।
આ ધર્મચક્ર ચારગતિના અંતને કરે છે. આથી ધર્મ પણ ચાતુરંત ચક્ર સમાન છે. તેથી અરિહંતો શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી છે. . .
વિશેષાર્થ– ૩૪૦-૩૪૧-૩૪ર એ ત્રણ ગાથાઓમાં ચક્રવર્તીને પ્રધાન રાખીને અને ૩૪૩-૩૪૪ એ બે ગાથાઓમાં ચક્રને પ્રધાન રાખીને અરિહંતને ચક્રવર્તી તુલ્ય કહ્યા છે. (૩૪૪)
अप्पडिहयमक्खलियं, वरं पहाणं ति खाइगत्तेण । केवलियनाण-दंसणधराण एसो मम पणामो ॥३४५॥ अप्रतिहतमस्खलितं वरं प्रधानमिति क्षायिकत्वेन । केवलिकवरज्ञानदर्शनधरेभ्य एष मम प्रणामः ।।३४५।।
ભીંત આદિથી ખલના નહિ પામવાના કારણે અસ્મલિત છે. વર એટલે પ્રધાન. ક્ષાયિક હોવાના કારણે પ્રધાન છે. અપ્રતિહત અને
૧૫૪