________________
ચૈત્યવદન મહાભાષ્ય
ઉત્તર – એ ભ્રમ છે. જેમ કોઈને છીપના ટુકડામાં ચાંદીનો ભ્રમ થઈ જાય, એથી છીપના ટુકડાને ચાંદી માની લે, તેમ બ્રહ્મથી ભિન્નરૂપે જે પ્રત્યક્ષ દેખાય છે તે ભ્રમ જ છે. (સ્યાદ્વાદમંજરી શ્લોક ૧૩ની ટીકા)
આત્માતને માનવામાં આવતી આપત્તિઓ
અદ્વૈતવાદમાં એ પ્રશ્ન થાય કે જીવોને બ્રહ્મમાંથી છૂટા પાડનાર કોણ? બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહિ, કે જેને જીવના પૃથમ્ભાવનું કારણ કહી શકાય. જો બીજી વસ્તુ માનવામાં આવે તો અદ્વૈતવાદ ન રહે. એટલે જીવોનો પૃથભાવ થવામાં બ્રહ્મસત્તાને જ કારણ કહેવું પડશે. તેથી તો એ આપત્તિ આવશે કે કર્મથી મુક્ત બનેલા જે જીવો શુદ્ધબ્રહ્મમાં લય પામ્યા તે જીવો પાછા શુદ્ધ બ્રહ્મમાંથી છૂટા પડવાના. કેમ કે પૂર્વે છૂટા પડવામાં કારણભૂત તો બ્રહ્મસત્તા જ હતી, અને તે તો અત્યારે પણ છે જ. તો તેના બળે ફરી જીવો છૂટા કેમ ન પડે ? અર્થાત્ પડે જ. આમ થાય તો મુક્ત બનવાનો કોઈ અર્થ રહેતો નથી. મુક્ત બનવાની જીવની મહેનત નકામી બને.
પૂર્વપક્ષ એકવાર બ્રહ્મમાંથી અલગ પડવાનું થયું, પછી પુરુષાર્થ કરીને કર્મથી મુક્ત બનેલા જીવનો કામ માટે બ્રહ્મમાં લય થઈ જાય છે. ફરી પૃથભાવ થતો નથી. આથી મુક્ત બનવાની જીવની મહેનત નકામી બનતી નથી. છે ઉત્તરપક્ષ – અહીં પ્રશ્ન એ છે કે જીવ બ્રહ્મમાંથી અલગ થાય છે તે શુદ્ધબ્રહ્મમાંથી અલગ થાય છે કે અશુદ્ધબ્રહ્મમાંથી અલગ થાય છે ? જો શુદ્ધબ્રહ્મમાંથી અલગ થતો હોય તો અલગ થયેલા જીવમાં રાગાદિની અશુદ્ધિ ક્યાંથી આવી? બ્રહ્મ તો શુદ્ધ છે. હવે જો એમ કહેવામાં આવે કે અશુદ્ધબ્રહ્મમાંથી અલગ થાય છે તો એનો અર્થ એ થયો કે- જ્યારે લય થશે ત્યારે અશુદ્ધબ્રહ્મમાં લયે થશે. આવો લય શા કામનો ? માટે વ્યક્તિરૂપે દરેક આત્મા ભિન્ન ભિન્ન છે = સ્વતંત્ર છે, અને કર્મસંયોગ આદિથી જીવોમાં ભેદ પડે છે એમ માનવું એ જ યુક્તિયુક્ત છે. આત્મા કર્મસંયોગના કારણે સંસારી થાય છે, અને કર્મવિયોગના કારણે મુક્ત થાય છે. આથી સંસારી અને મુક્ત એવા બે ભેદો વાસ્તવિક છે.
૧૬ ૧