________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
योगोऽसद्दानं सतस्तु पालना भवेत्क्षेमम् । बीजाधानादिगुणान् ददति पालयन्ति च जिनेन्द्राः ।।३१९।।
જે વસ્તુ ન હોય તે આપવી એ યોગ છે. જે વસ્તુ હોય તેનું રક્ષણ કરવું તે ક્ષેમ છે. અરિહંતો બીજાધાન આદિ ગુણોને આપે છે, અને તેમનું રક્ષણ કરે છે. (૩૧૯).
પસ્થિયમાં, નોમાં વરવી નાખે अवितहमेव जणाणं, परूवयंति त्ति लोगहिया ॥३२०॥ पञ्चास्तिकायमयं लोकं वरकेवलेन ज्ञात्वा । अवितथमेव जनानां प्ररूपयन्तीति लोकहिताः ।।३२०।। .
લોગડિઆણે પદમાં લોક એટલે પંચાસ્તિકાય સ્વરૂપ લક જાણવો. અરિહંતો શ્રેષ્ઠ કેવલજ્ઞાન વડે પંચાસ્તિકાય સ્વરૂપલોકને જાણીને લોકોને યથાવસ્થિત (= લોક જેવો છે તેવો જ) બતાવે છે. માટે અરિહંતો લોકહિત (= લોકનું હિત કરનારા) છે.
વિશેષાર્થ – લોક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એમ પાંચ અસ્તિકાય સ્વરૂપ છે, અર્થાત્ આ પાંચની લોક એવી સંજ્ઞા છે.
પ્રશ્ન – હિત કે અહિત જીવોનું થાય, જડનું નહિ. તેથી ભગવાન ધર્માસ્તિકાય વગેરે જડનું હિત કરનારા કેવી રીતે છે ? '
ઉત્તર – અહીં જડ પદાર્થોનું યથાર્થ (= જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે) દર્શન કરવું અને યથાર્થ પ્રતિપાદન કરવું એ જડ પદાર્થનું હિત વિવક્ષિત છે. ભગવાન જડ પદાર્થોનું કેવલજ્ઞાનથી યથાર્થ દર્શન કરે છે અને વાણીથી યથાર્થ પ્રતિપાદન કરે છે. માટે ભગવાન જડનું પણ હિત કરનારા છે. (૩ર૦)
लोगो व जीवलोगो, सओ य परओ य अवायरक्खणओ। तस्सेगंतेण हिया, लोगहिया जिणवरा तेण ॥३२१॥
૧૪૬