________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
પદને પણ આલાપક કહેલ છે. (૨૭૪)
दो तिय चउरो पंच य, पंच य पंच य दुगं चउक्कं च। . तिनेव य आलावा, संपयनवगे अणुक्कमसो ॥२७५॥ द्वौ त्रयश्चत्वारः पञ्च च पञ्च च पञ्च च द्वौ(द्विकं) चत्वारश्च(चतुष्कं च)। त्रय एव चालापा संपन्नवकेऽनुक्रमशः ।।२७५।।।
નવ સંપદામાં અનુક્રમે બે ત્રણ ચાર પાંચ પાંચ પાંચ બે ચાર ત્રણ પદો છે. વિશેષાર્થ – નવ સંપદાનાં નામ આ પ્રમાણે છે– સ્તોતવ્ય, ઓઘહેતુ, વિશેષ હેતુ, ઉપયોગ, તહેતુ, વિશેષોપયોગ, સ્વરૂપ, નિજસમફલર, અને ફળ. સ્તોતવ્ય આદિ દરેક સંપદાનો અર્થ આ પ્રમાણે છે(૧) સ્તોતવ્ય – સ્તોતવ્ય એટલે સ્તુતિ કરવા યોગ્ય. સ્તુતિ કરવા યોગ્ય કોણ છે ? અર્થાત્ કોની સ્તુતિ કરવાની છે તે આ સંપદામાં જણાવ્યું છે. (૨) ઓઘહેતુ– ઓઘ એટલે સામાન્ય. અરિહંત શા માટે સ્તોતવ્ય છે તેનાં સામાન્ય કારણો આ સંપદામાં જણાવ્યાં છે. (૩) વિશેષહેતુ- અરિહંતો શા માટે સ્તોતવ્ય છે તેનાં વિશેષ કારણો આ સંપદામાં જણાવ્યાં છે. (૪) ઉપયોગ – અરિહંત શા ઉપયોગમાં આવે છે ? શો ઉપકાર કરે છે ? તે આ સંપદામાં જણાવેલ છે. (૫) તહેતુ – અરિહંત કેમ ઉપયોગમાં આવે છે? કેમ ઉપકાર કરે છે? એનાં સામાન્ય કારણો આ સંપદામાં જણાવ્યાં છે. (૬) વિશેષોપયોગ – આ સંપદામાં અરિહંતનો વિશેષ (= અસાધારણ) ઉપયોગ = ઉપકાર બતાવવામાં આવ્યો છે. (૭) સ્વરૂપ – આ સંપદામાં અરિહંતનું અસાધારણ સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. (૮) નિજસમફલદઃ– આ સંપદામાં સ્તુતિનું ફલ બતાવ્યું છે. અરિહંતો પોતાને
૧૨૬