________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
પ્રકારના વિષય ભોગોના લાભથી વૃદ્ધિ પામે છે, છતાં અનુપમ વીતરાગપદને પામેલા અરિહંતો તે બેમાંથી એકથી પણ સ્પર્શતા નથી = લેવાતા નથી, તેથી - અરિહંતો પુરુષવર પુંડરીક કહેવાય છે. અથવા અરિહંતો પુંડરીકની જેમ શ્વાસ, વગેરે સુગંધી ધારણ કરે છે, માટે પુરુષવર પુંડરીક છે. (૩૦૭ થી ૩૦૯)
वडंति य उवयारे, नर-तिरियाणं निरीहपरिणामा। धारिजंति व सिरसा, नरा-ऽमरीसेहिं नमिरेहिं ॥३१०॥ वर्धन्ते चोपकारे नर-तिर्यञ्चोर्निरीहपरिणामाः । धार्यन्ते वा शिरसा नरा-ऽमरेशैर्ननैः ।।३१०।।
અથવા નિઃસ્પૃહપરિણામવાળા અરિહંતો મનુષ્ય-તિર્યંચોના ઉપકારમાં વૃદ્ધિ પામે છે, અર્થાત્ મનુષ્યો અને તિર્યંચો ઉપર અધિક અધિક ઉપકાર કરે છે. એથી અરિહંતો પુરુષવર-પુંડરીક છે. અથવા નમ્ર બનેલા મનુષ્ય-દેવો વડે : મસ્તકે ધારણ કરાય છે માટે અરિહંતો પુરુષવર પુંડરીક છે.
વિશેષાર્થ – જેવી રીતે પુંડરીક સુગંધપ્રદાન આદિ દ્વારા મનુષ્ય-તિર્યંચો પર ઉપકાર કરે છે, તેવી રીતે અરિહંતો ધર્મપ્રદાન આદિ દ્વારા મનુષ્ય-તિર્યંચો ઉપર ઉપકાર કરે છે. અહીં ઉપકારગુણની સમાનતાથી અરિહંતોને પુંડરીક સમાન કહ્યા છે.
પ્રશ્ન – અરિહંતો મનુષ્ય-તિર્યંચો ઉપર ઉપકાર કરે છે એમ કહ્યું તો શું દેવો ઉપર ઉપકાર કરતા નથી ? '
ઉત્તર– અહીં બાહ્ય ઉપકારની અપેક્ષાએ કહ્યું છે. અરિહંતો મનુષ્યોતિર્યંચો ઉપર નીચે પ્રમાણે બાહ્ય ઉપકાર કરે છે– [૧] વર્ષીદાનથી અનેક જીવોનું દારિદ્રય ફેડે છે. (૨) અરિહંતો જ્યાં વિચરતા હોય ત્યાં સવાસો યોજનમાં (૧) પરસ્પર વૈર-વિરોધ (૨) ઉંદર વગેરેનો ઉપદ્રવ (૩) મારી (પ્લેગ કે કોલેરા) (૪) અતિવૃષ્ટિ (૫) અનાવૃષ્ટિ (૬) દુષ્કાળ (૭) સ્વ-પરદેશનો ભય ન થાય. (૩) અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકર લોકોને શિલ્પ આદિ બતાવીને ઉપકાર કરે છે. ઈત્યાદિ અનેક રીતે અરિહંતો મનુષ્ય-તિર્યંચ ઉપર બાહ્ય ઉપકાર કરે છે.
૧૪૨