________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
નિર્ણય કરવો એ કાર્ય છે. સ્કૂલના રહિત વિશુદ્ધ સૂત્રોચ્ચાર અર્થ નિર્ણય રૂ૫ કાર્યની સિદ્ધિ થશે તેનો સૂચક છે. સ્કૂલના રહિત વિશુદ્ધ સૂત્રોચ્ચાર અર્થનિર્ણય રૂપ કાર્યની સિદ્ધિનો સૂચક હોવાથી અહીં સંહિતાને સિદ્ધિ કહી છે. (૨૭૨)
तह संपयनामाई, महापयाइं हवंति नव एत्थ । अत्थपयणा उ जम्हा, होइ पयं समयभासाए ॥२७॥ तथा संपन्नामानि महापदानि भवन्ति नवात्र ।
अर्थपदनात् तु यस्माद्भवति पदं समयभाषायाम् ।।२७३।।
પ્રણિપાત સ્તવમાં જેમની “સંપદા એવી સંજ્ઞા છે તે મહાપદો નવ છે, અર્થાતું. સંપદા નવ છે. કારણકે શબ્દશાસ્ત્રની ભાષામાં જે અર્થનું સ્થાન હોય = જેમાં અર્થ રહે તે પદ એવો અર્થ છે. સંપદામાં અર્થ રહે છે માટે સંપદા પદ છે = મહાપદ છે.
વિશેષાર્થ – શબ્દકોષમાં પદ શબ્દના જણાવેલા અનેક અર્થોમાં ‘સ્થાન અર્થ પણ છે. પદ અને પદન એ બંનેનો એકજ અર્થ છે. આથી અહીં પદન શબ્દનો “સ્થાન” અર્થ થાય. (૨૭૩)
आलावयरूवाइं, तेत्तीसं वनियाई सूरीहिं। ताई पुण एवं खलं, संपयनवगे विहत्ताई ॥२७४॥ आलापकरूपाणि त्रयस्त्रिंशद्वर्णितानि सूरिभिः । तानि पुनरेवं खलु संपन्नवके विभक्तानि ।।२७४।।
પદો સૂરિઓએ તેત્રીસ કહ્યાં છે. તે તેત્રીસ પદો નવ સંપદામાં આ પ્રમાણે (નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે) વિભક્ત છે = વિભાગ કરેલા છે. " વિશેષાર્થ – અહીં પદોને આ ગાથામાં આલાપક સ્વરૂપ કહ્યા છે, ૨૭૫મી ગાથામાં પદોને આલાપ કહ્યા છે. પ્રાકૃતકોશમાં આલાપક શબ્દનો પેરેગ્રાફ, ફકરો એવો અર્થ થાય છે. આને જૈનસંઘમાં વર્તમાનમાં “આલાવો” કહેવામાં આવે છે. આલાવો અનેક પદોના સમૂહ રૂપ છે. એટલે સામાન્યથી તો 'જ્યાં અનેક પદો હોય ત્યાં આલાપક શબ્દનો પ્રયોગ થાય છે. પણ પ્રસ્તુતમાં એક
૧૨૫