________________
ચૈત્યવદન મહાભાષ્ય
'' દિવ્યધ્વનિ - ભગવાન માલકોશ રાગમાં દેશના આપે છે. ભગવાનના ધ્વનિને દેવો વીણા વગેરે વાજિંત્રોમાં પૂરે છે = વીણા વગેરે માલકોશ રાગમાં વગાડે છે. આથી ભગવાનનો ધ્વનિ દિવ્ય છે. તે ધ્વનિ યોજન સુધી પહોંચે છે.
ચામર – ભગવાનની બંને બાજુ દેવો ચામર વીજે છે.
આસન - સમવસરણમાં આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક રત્નનું આસન ' હોય છે. પ્રભુજી તેના પર બેસીને દેશના આપે છે. એ આસન સિંહના ચિહ્નવાળું હોવાથી સિંહાસન તરીકે ઓળખાય છે.
ભામંડલ – પ્રભુજીના મસ્તકની પાછળ ભામંડલ હોય છે. ભા એટલે તેજ. ભામંડલ એટલે તેજનું સૂર્યના જેવું ગોળાકાર મંડલ. . ઇંદુભિ દેવો આકાશમાં પ્રભુની આગળ દુંદુભિ વગાડે છે. દુંદુભિના અવાજથી ભગવાનના આગમનની ખબર પડતાં ચારે બાજુના પ્રદેશોમાં રહેલા લોકો પ્રભુના દર્શન-વંદન-ધર્મોપદેશ શ્રવણ માટે દોડી આવે છે.
છત્ર – સમવસરણમાં ભગવાનના મસ્તક ઉપર પછી પછીનું છત્ર મોટું હોય તે રીતે ત્રણ છત્ર હોય છે. ' અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, અને દિવ્યધ્વનિ સિવાય પાંચ પ્રાતિહાર્યો વિહારમાં પણ ભગવાનની સાથે હોય છે. (૨૭૮)
अरहंति वंदणनमंसणाणि अरहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चंति ॥२७९॥ अर्हन्ति वन्दन-नमस्यनान्यर्हन्ति पूजासत्कारम् । सिद्धिगमनं चार्हाः अर्हन्तस्तेनोच्यन्ते ।।२७९।।
व्याख्या-'अर्ह पूजायाम्', अर्हन्तीति ‘पचाद्यच्' कर्तरि अर्हाः, किमर्हन्ति? वन्दननमस्करणे, तत्र वन्दनं शिरसा, नमस्करणं वाचा, तथाऽर्हन्ति पूजासत्कारं, तत्र वस्त्रमाल्यादिजन्या पूजा, अभ्युत्थानादि सम्भ्रमः सत्कारः, तथा 'सिद्धिगमनं चाईन्ति' सिद्ध्यन्ति- निष्ठितार्था भवन्त्यस्यां प्राणिन इति सिद्धि:- लोकान्तक्षेत्रलक्षणा, वक्ष्यति च-'इह बोंदिं चइत्ता णं तत्थ गंतूण सिज्झइ' तद्गमनं च प्रत्यर्हा इति, अरहंता तेण
I
૧૨૯