________________
ચેત્યવદન મહાભાષ્ય
धम्मो वि ह एएसिं, संपुनो चेव हेउ-फलरूवो। . નં તેહિંતો વિ વાં, થમ તિહુય ન0િ રરરા
धर्मोऽपि खल्वेतेषां संपूर्ण एव हेतु-फलरूपः । यत्तेभ्योऽपि वरं धर्मफलं त्रिभुवने नास्ति ।।२९३।।
અરિહંતોને હેતુરૂપ અને ફલરૂપ ધર્મ પણ સર્વોત્કૃષ્ટ જ હોય છે. કારણકે તેમને જે શ્રેષ્ઠ ધર્મફળ મળે છે તે ત્રણે ભુવનમાં નથી = ત્રણે ભુવનમાં કોઈનેય મળતું નથી. આ
વિશેષાર્થ – સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્ર એ હેતુ રૂપ ધર્મ છે. સમ્યગ્દર્શન આદિની આરાધનાથી જે ફળ મળે તે ફલરૂપ ધર્મ છે. સમ્યગ્દર્શન આદિની આરાધનાથી આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. ક્ષમાદિગુણોની પ્રાપ્તિએ આંતરિક ફળ છે. સ્વર્ગાદિ બાહ્ય સુખોની પ્રાપ્તિ એ બાહ્ય ફળ છે. અરિહંતોને આ બંને પ્રકારનું ફળ સર્વોત્કૃષ્ટ મળે છે. ક્ષમાદિ ગુણો અરિહંતોમાં જેવા હોય છે તેવા બીજા કોઈમાં હોતા નથી. તીર્થંકરપદની પ્રાપ્તિ એ સર્વોત્કૃષ્ટ બાહ્ય ફળ છે. આ ફળ અરિહંતોને જ મળે છે.
અથવા પાંચ મહાવ્રતો એ હેતુ ધર્મ છે, અને ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ ફલધર્મ છે. કેમ કે સમાદિ સાધ્ય છે અને પાંચ મહાવ્રતો તેનું સાધન = હતું છે. પાંચ મહાવ્રતો અને ક્ષમાદિ અરિહંતોમાં સર્વોત્કૃષ્ટ હોય છે. (૨૩)
धम्मोज्जमो पयत्तो, संपुन्नो चेव लोगनाहाणं । करसंठिए वि मोक्खे, करेंति धम्मुज्जमं जेण ॥२९४॥ 'धर्मोद्यमः प्रयत्नः संपूर्ण एव लोकनाथानाम् । करसंस्थितेऽपि मोक्षे कुर्वन्ति धर्मोद्यमं येन ।।२९४।।
લોકનાથ એવા અરિહંતોનો ધર્મમાં ઉદ્યમ કરવા રૂપ પ્રયત્ન પણ સર્વોત્કૃષ્ટ હોય છે. કારણકે મોક્ષ હાથમાં રહેલો હોવા છતાં ધર્મમાં ઉદ્યમ કરે છે. (૨૯૪) .
૧૩૫