________________
ચૈત્યવદન મહાભાષ્ય
કરાય છે, તેવી રીતે ત્રણ પ્રદક્ષિણા પણ આપવી જોઈએ. આગમોમાં ભાવ અરિહંતને ત્રણ પ્રદક્ષિણા આપવાનું કહ્યું હોવાથી જ પ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા ન આપી શકાય તો પાંચ અભિગમ પણ આગમોમાં ભાવ અરિહંતને ઉદ્દેશીને કહ્યા હોવાથી જિનપ્રતિમા આગળ ન કરી શકાય, જ્યારે પાંચ અભિગમો જિનપ્રતિમા સમક્ષ પણ કરવામાં આવે છે, તથા દીક્ષા આપતી વખતે અને ચોમાસી આદિ પર્વ દિવસોમાં જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા આપનારા તે લોકો તે સિવાય (દીક્ષા અને ચોમાસી આદિ પર્વ દિવસ સિવાય) તેનો નિષેધ કેવી રીતે કરી શકે ? • नवकारेण जहन्ना, जहन्नयजहन्निया इमाऽक्खाया।
दंडयएगथुईए, विनेया मज्झमज्झमिया ॥१६७॥ नमस्कारेण जघन्या जघन्यकजघन्यिका इयमाख्याता ।
दण्डकैकस्तुत्या विज्ञेया मध्यमध्यमिका ।।१६७।। * નમસ્કારથી જઘન્ય ચૈત્યવંદન થાય છે. નમસ્કારથી થતા આ જઘન્ય ચૈત્યવંદનને બંધન્ય-જઘન્ય કહ્યું છે. નમુત્થણ, અરિહંત ચેઈઆણું અને એક થોયથી મધ્યમ-મધ્યમ ચૈત્યવંદન જાણવું. (૧૬૭)
- संपुन्ना उक्कोसा, उक्कोसुक्कोसिया इमा सिट्ठा । : : उवलक्खणं खु एयं, दोण्हं दोण्हं सजाईए ॥१६८॥
સંપૂof Eા છોત્કૃષ્ટ શિષ્ટા |
उपलक्षणं खल्वेतद् द्वयोर्द्वयोः सजात्योः ।।१६८।। *. સંપૂર્ણ ચૈત્યવંદન ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે. આ ચૈત્યવંદનને ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ કહ્યું છે. અહીં કહેલા જઘન્ય-જઘન્ય, મધ્યમ-મધ્યમ અને ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ પ્રકાર સ્વજાતિના બે બે પ્રકારના ઉપલક્ષણ છે, અર્થાત્ જઘન્ય-જઘન્ય ચૈત્યવંદનથી જઘન્ય-મધ્યમ અને જઘન્ય-ઉત્કૃષ્ટ ચૈત્યવંદન પણ સમજી લેવાં. મધ્યમ-મધ્યમ ચૈત્યવંદનથી મધ્યમ-જઘન્ય અને મધ્યમ ઉત્કૃષ્ટ ચૈત્યવંદન પણ સમજી લેવાં. ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ ચૈત્યવંદનથી ઉત્કૃષ્ટ-જઘન્ય અને ઉત્કૃષ્ટ-મધ્યમ ચૈત્યવંદન પણ