________________
ચૈત્યવદન મહાભાષ્ય
- તે અર્થ પૂર્વ કવિઓએ “લલિત વિસ્તરા” વગેરેમાં કહેલો જ છે. પણ તે અર્થ તીવ્રમતિમાન પુરુષો વડે જાણી શકાય તેવો હોવાથી સામાન્ય લોક માટે દુર્બોધ છે. (૨૫૯).
दुक्कररोया विउसा, बाला भणियं पि नेव बुझंति । तो मज्झिमबुद्धीणं, हियत्थमेसो पयासो मे ॥२६०॥ दुष्कररोचा विदुषा बाला भणितमपि नैव बुध्यन्ते । ततो मध्यमबुद्धीनां हितार्थमेष प्रयासो मे ।।२६०।।
બાલ જીવોને રુચિ કરાવવી દુષ્કર છે. બાલ જીવો વિદ્વાનોએ કહેલું પણ સમજતાં જ નથી. તેથી મધ્યમ બુદ્ધિવાળા જીવોના હિત માટે મારો આ પ્રયત્ન છે.
વિશેષાર્થ – વિદ્વાનો તો લલિત વિસ્તરી આદિગ્રંથોથી સૂત્રોના અર્થો જાણી લેશે. બાલજીવો = તદ્દન અજ્ઞાનજીવો સમજાવવા છતાં સમજી શકે નહિ. આથી મધ્યમ બુદ્ધિવાળા જીવો માટે આ ગ્રંથની રચના કરી છે. (૨૬૦)
जं सम्मवंदणाए, जायइ जीवस्स सुंदरो भावो । तत्तो पुण कम्मखओ, तओ वि सव्वं सुकल्लाणं ॥२६१॥ यत्सम्यग्वन्दनायां जायते जीवस्य सुन्दरो भावः । ततः पुनः कर्मक्षयस्ततोऽपि सर्वं सुकल्याणम् ।।२६१।।
સમ્યફ ચૈત્યવંદનથી જીવને શુભ ભાવ થાય છે. શુભ ભાવથી કર્મક્ષય થાય છે. કર્મક્ષયથી સર્વપ્રકારનું સુકલ્યાણ થાય છે.
વિશેષાર્થ – લલિતવિસ્તરા ટીકામાં પ્રારંભમાં જ આ જ ભાવનો શ્લોક સંસ્કૃતમાં છે. તે આ પ્રમાણે
चैत्यन्दनतः सम्यक्, शुभो भाव : प्रजायते । । तस्मात् कर्मक्षयः सर्वं , ततः कल्याणमश्नुते ।।
ગમે તેવા ચૈત્યવંદનથી શુભ ભાવ ન થાય, કિંતુ સારી રીતેં કરેલા ચૈત્યવંદનથી શુભ ભાવ થાય. માટે અહીં સમ્યફ ચૈત્યવંદનથી. એમ કહ્યું છે.
૧૧૮