________________
ચૈત્યવદન મહાભાષ્ય
પ્રશ્ન – અહીં કલ્યાણ થાય એમ ન કહેતાં સુકલ્યાણ થાય છે એમ સુઅક્ષરનો પ્રયોગ કેમ કર્યો ?
ઉત્તર– કલ્યાણના સુકલ્યાણ અને કુકલ્યાણ એવા બે ભેદ છે. મોહનીય કર્મના ક્ષય (= ક્ષયોપશમાદિ) પૂર્વક થતા કર્મક્ષયથી સુકલ્યાણ થાય અને મોહનીયકર્મના ક્ષય વિના થતા કર્મક્ષયથી કુકલ્યાણ થાય. કારણકે મોહનીયકર્મના ક્ષય (ક્ષયોપશમાદિ) વિના થતા કલ્યાણથી (= સુખથી) પરિણામે દુઃખની પ્રાપ્તિ થાય છે. આથી અહીં કુકલ્યાણનો નિષેધ કરવા માટે સુકલ્યાણ એમ સુઅક્ષરનો પ્રયોગ કર્યો છે.
પ્રશ્નઃ– સુકલ્યાણ થાય એમ ન કહેતાં સર્વ પ્રકારનું સુકલ્યાણ થાય છે - એમ “સર્વપ્રકારનું શા માટે કહ્યું?
ઉત્તર– સુકલ્યાણના ભૌતિક અને આધ્યાત્મિક એમ બે ભેદ છે. ભૌતિક સુકલ્યાણના પણ મનુષ્યગતિનાં સુખો અને દેવગતિનાં સુખો એમ બે ' પ્રકારના છે. એમાં પણ અનેક તરતમતા હોય છે. આધ્યાત્મિક સુકલ્યાણમાં પણ અનેક તરતમતા હોય છે. આ સર્વ પ્રકારનું સુકલ્યાણ ચૈત્યવંદનથી થાય છે, એ જણાવવા માટે “સર્વ પ્રકારનું” એમ કહ્યું છે.
ગાથામાં આવેલ ચ પદનો “જેથી = જે કારણથી” એવો અર્થ છે. અને એનો સંબંધ ર૬રમી ગાથા સાથે છે. વાક્યની ક્લિષ્ટતા થવાના ભયથી અનુવાદમાં યક્ પદનો અર્થ કર્યો નથી. સુજ્ઞોએ સ્વયં સમજી લેવો (૨૬૧) - સનિબવં પુન, વિદા-સ્થાવવોદગો રોફા
. तत्थ विहाणं भणियं, सुत्तपयत्थं अओ वोच्छं ॥२६॥ सम्यग्जिनवन्दनं पुनर्विधाना-ऽर्थावबोधतो भवति । तत्र विधानं भणितं सूत्रपदार्थमतो वक्ष्ये ।।२६२।।
તથા સમ્યકચૈત્યવંદન વિધિ અને અર્થબોધથી થાય છે. આથી વિધિ અને અર્થે કહેવા જોઈએ.) તેમાં વિધિ કહી દીધી છે. આથી હવે સૂત્રપદોના અર્થને કહીશ. (૨૬૨)
૧૧૯