________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
विघ्नोपशमन्याद्या गीताऽभ्युदयप्रसाधनी चान्या । निर्वाणसाधनीति च फलदा तु यथार्थसंज्ञाभिः ।।९/१०।।
=
विघ्नानुपशमयतीति विघ्नोपशमनी आद्या काययोगसारा गीता = कथिता । अभ्युदयं प्रसाधयतीति अभ्युदयप्रसाधनी च अन्या = अपरा वाग्योगप्रधाना। निर्वाणं साधयतीति (निर्वाणसाधनी) च मनोयोगसारा, फलदा तु फलदेव एकैका यथार्थसंज्ञाभिः = अन्वर्थाभिधानैः, एतासां समन्तभद्रा, सर्वमङ्गला, सर्वसिद्धिफलाइत्येतान्यप्यन्वर्थनामानि गीयन्ते । तथेह प्रथमा प्रथमाऽवञ्चकयोगात् सम्यग्दृष्टेर्भवति द्वितीया तु द्वितीयावञ्चकयोगादुत्तरगुणधारिणः तृतीया च तृतीयावञ्चकयोगात् परमश्रावकस्यैव प्रथमकरणभेदेन ग्रन्थ्यासन्नस्य च धर्ममात्रफलैवेयं सद्योगादिभावादनुबन्धासिद्धेश्चेत्ययं पूजाविंशिकायां विशेषः ।। ( षोडशक ९/१०)
પહેલી વિઘ્નોપશમની, બીજી અભ્યુદય પ્રસાધની અને ત્રીજી નિર્વાણ સાધની એમ ત્રણ પ્રકારની પૂજા છે. આ ત્રણ પૂજા યથાર્થ નામવાળી છે, તેથી નામ પ્રમાણે ફલ આપનારીછે.વિઘ્નોપશમની પૂજાવિઘ્નોને શાંત કરે છે. અભ્યુદયપ્રસાધની પૂજા આલોકપરલોકનાં સુખો સાધી આપે છે. નિર્વાણ સાધની પૂજા મોક્ષને સાધી આપે છે.
પહેલી પૂજામાં કાયયોગની પ્રધાનતા છે. કારણ કે પૂજક જાતે કાયાથી પૂજા કરે છે. બીજી પૂજામાં વચનયોગની પ્રધાનતા છે, કારણ કે બીજાઓને કહીને પૂજાની સામગ્રી મંગાવે છે. ત્રીજી પૂજામાં મનોયોગની પ્રધાનતા છે. કારણ કે મનથી સામગ્રી મેળવે છે.
આ ત્રણ પૂજાનાં અનુક્રમે સમન્તભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફલા એ ત્રણ નામો પણ છે. આ નામો પણ યથાર્થ (= નામ પ્રમાણે ફલ આપનારાં) છે. (તે આ પ્રમાણે- સર્વ પ્રકા૨નું કલ્યાણ કરે તે સમંતભદ્રા. સર્વ પ્રકારનું મંગલ કરે તે સર્વ મંગલા. સર્વ પ્રકારની સિદ્ધિ રૂપ ફલ જેનાથી થાય તે સર્વસિદ્ધિફલા.)
પહેલી વિઘ્નોપશમની પૂજા પહેલા યોગાવંચકથી સમ્યગ્દષ્ટિને હોય છે. બીજી અભ્યુદય પ્રસાધની પૂજા બીજા ક્રિયાવંચક યોગથી ઉત્તરગુણધારી શ્રાવકને હોય છે. ત્રીજી નિર્વાણ સાધની પૂજા ત્રીજા ફલાવંચક યોગથી પરમશ્રાવકને હોય છે.
૯૪