________________
ચૈત્યવદન મહાભાષ્ય
એ પર્મન શબ્દના વિશેષણો છે. દશીઓ સમાન હોવી જોઈએ, એટલે કે લાંબીટુંકી ન હોવી જોઈએ. અથવા સમ શબ્દનો સુંદર અર્થ પણ કરી શકાય. (૨૩૦)
भावेज्ज य वंदंतो, वनाइतियं मणम्मि एगग्गो । तं पुण भणंति मुणिणो, वन्नत्थालंबणसरूवं ॥२३१॥ भावयेत् च वन्दमानो वर्णादित्रिकं मनस्येकाग्रः । तं पुनर्भणन्ति मुनयो वर्णार्थालम्बनस्वरूपम् ।।२३१।। ..
ચૈત્યવંદન કરતો જીવ એકાગ્રચિત્તવાળો બનીને મનમાં વર્ણાદિ ત્રિકનું ચિંતન કરે. વર્ણાદિ ત્રિકને મુનિઓ વર્ણ-અર્થ-આલંબન સ્વરૂપ કહે છે..
વિશેષાર્થ – વર્ણાદિ ત્રિક એટલે વર્ણ-અર્થ અને આલંબન, વર્ણ એટલે અક્ષર, શબ્દ કે સૂત્ર. અર્થ એટલે સૂત્રોનો અર્થ. જેની સમક્ષ ચૈત્યવંદન કરાય તે પ્રતિમાજી વગેરે આલંબન છે. (૨૩૧) . '
थुइदंडाईवन्ना, उच्चरियव्वा फुडा सुपरिसुद्धा। सर-वंजणाइभिन्ना, सपयच्छेया उचियघोसा ॥२३२॥ स्तुतिदण्डादिवर्णा उच्चरितव्याः स्फुटाः सुपरिशुद्धाः । स्वर-व्यञ्जनादिभिन्नाः सपदच्छेदा उचितघोषाः ।।२३२।।
સ્તુતિ અને દંડક વગેરે સૂત્રોના સ્વર-વ્યંજન આદિના ભેદવાળા અક્ષરો સ્પષ્ટ, અતિશય શુદ્ધ, પદછેદ સહિત અને ઉચિત ધ્વનિપૂર્વક બોલવા જોઈએ.
વિશેષાર્થ – દંડક એટલે આલાવો. નમુસ્કુર્ણ વગેરે પાંચ સૂત્રોની દંડક સંજ્ઞા છે. સ્પષ્ટ = બીજાને બરોબર સમજાય તે રીતે બોલવું. અતિશયશુદ્ધ = કાનો-માત્રા વગેરે જે પ્રમાણે હોય તે પ્રમાણે ઉચ્ચાર કરવો. જ્યાં સ્વર હોય ત્યાં સ્વરનો ઉચ્ચાર કરવો અને જ્યાં વ્યંજન હોય ત્યાં વ્યંજનનો ઉચ્ચાર કરવો. જ્યાં સ્વર હોય ત્યાં વ્યંજનનો ઉચ્ચાર થાય તો અશુદ્ધ ઉચ્ચાર થાય. જેમકે– તHતિમિર-ડિર્સ) એ સ્થળે તેમ ના સ્થાને તમ્ બોલવામાં આવે તો અશુદ્ધ ઉચ્ચાર થાય. તે રીતે જ્યાં વ્યંજન હોય ત્યાં સ્વરનો ઉચ્ચાર થાય તો અશુદ્ધ ઉચ્ચાર
* સુવાચ્છઃ |
૧૦૨