________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
આ વિષે આગમનો (આવ. સૂ. વંદન અ. ગાથા ૧૨૨૭) પાઠ આ પ્રમાણે છે—
ભિન્ન ભિન્ન વિષયવાળી બે ક્રિયાનો એકી સાથે (= એક સમયમાં) નિષેધ છે. પણ એક વિષયવાળી બે ક્રિયાનો એકી સાથે નિષેધ નથી. કારણકે ભંગિક સૂત્રમાં મન-વચન-કાયા એ ત્રણે યોગની ક્રિયા કહી છે.
ટીકાર્થ:- ભિન્ન વિષયવાળી બે ક્રિયામાં એકી સાથે ઉપયોગનો નિષેધ છે. જેમકે સૂત્રાર્થનું નય વગેરે સંબંધી ચિંતન કરવું, અને પરિભ્રમણ કરવું એ બે ક્રિયા ભિંત્ર વિષયવાળી છે. આથી જ્યારે ચિંતનમાં ઉપયોગ હોય ત્યારે પરિભ્રમણમાં ઉપયોગ ન હોય. જ્યારે પરિભ્રમણમાં ઉપયોગ હોય ત્યારે ચિંતનમાં ઉપયોગ ન હોય. કારણકે કાલ અત્યંત સૂક્ષ્મ છે. પણ સમાન વિષયવાળી તો ત્રણ યોગની પણ ક્રિયા વિરુદ્ધ નથી. કહ્યું છે કે— “ભંગિક શ્રુતને ગણતો સાધુ ત્રણે પ્રકારના યોગમાં વર્તે છે.” (પ્રસ્તુતમાં સૂત્ર, અર્થ અને આલંબન એ ત્રણે એક જ ક્રિયા સંબંધી હોવાથી એ ત્રણેમાં એક સાથે ઉપયોગ ૨હેવામાં બાધ નથી.) (૨૪૫)
एएण थोत्तपढणं, कुणंति नो जे पयाहिणं देता । તેમિ પિ મફસાં, ઇદ્ધરિયું ચેવ કુવ્વ ॥૨૪॥ एतेन स्तोत्रपठनं कुर्वन्ति नो ये प्रदक्षिणां ददतः । तेषामपि कुमतिशल्यमुद्धरितमेव द्रष्टव्यम् ।।२४६।।
આનાથી (= એક સમયમાં ઉપયોગ સંબંધી કરેલા સમાધાનથી) જેઓ પ્રદક્ષિણા આપતી વખતે સ્તોત્રનો પાઠ કરતા નથી તેમનો પણ કુમતિરૂપ શલ્યનો ઉદ્ધાર કરાયેલો જ જાણવો.
વિશેષાર્થઃ– એકી સાથે બે ક્રિયામાં ઉપયોગ ન હોય એમ માનીને કેટલાકો પ્રદક્ષિણા આપતાં સ્તોત્રનો પાઠ ન કરાય એમ માને છે. તેમના એ મતનું ૨૪૨ થી ૨૪૫ સુધીની ગાથાઓમાં કરેલા વર્ણનથી ખંડન થઈ ગયું છે. (૨૪૬)
૧૧૩