________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
થાય. જેમકે -તે ધર્મવëિએ સ્થળે તેના સ્થાને તમે એવો ઉચ્ચાર અશુદ્ધ છે. સૂત્ર બોલવામાં અક્ષર કે પદ રહી ન જાય તે રીતે સૂત્રો બોલવા જોઈએ. પદછેદસહિત = દરેક પદ છૂટું છૂટું બોલવું જોઈએ. એક પદનો અક્ષર બીજા પદની સાથે ન ભળવો જોઈએ. જેમકે– મન્નત જિણાણે સઝાયમાં પરોવચારો 3 નચUા ચ એમ છે. એના બદલે પરોવચારો 3નયUTI , એમ બોલે તો ખોટો અર્થ થાય. જયણાને બદલે અજયણા અર્થ થાય.
અહીં મ ને પૂર્વના પરીવયારો શબ્દની પછી બોલી, જરાક અટકી પછી जयणा શબ્દ છૂટો પડે તે રીતે બોલવું જોઈએ. ઉચિત ધ્વનિ પૂર્વક = બહુ મોટા અવાજે નહિ, તેમ બહુ મંદ અવાજે નહિ, કિંતુ મધ્યમ અવાજે સૂત્રો બોલવા જોઈએ. (ર૩ર)
चिंतेयवो सम्मं, तेसिं अत्थो जहापरित्राणं । .. सुन्नहिययत्तमिहरा, उत्तमफलसाहगं न भवे ॥२३३॥
चिन्तयितव्यः सम्यक् तेषामर्थो यथापरिज्ञानम् । शून्यहृदयत्वमितरथोत्तमफलसाधकं न भवेत् ।।२३३।।
સૂત્રોનો અર્થ બોધ પ્રમાણે સમ્યક્ વિચારવો જોઈએ. અન્યથા શૂન્યમનસ્કતા (= ઉપયોગનો અભાવ) થાય. શૂન્યમનસ્કતા ઉત્તમફલને સાધનારી ન થાય. (૨૩૩)
भावारिहंतपमुहं, सरेज्ज आलंबणं पि दंडेसु । अहवा जिणबिंबाई, जस्स पुरो वंदणाऽऽरद्धा ॥२३४॥ भावार्हत्-प्रमुखं स्मरेदालम्बनमपि दण्डेषु । अथवा जिनबिम्बादि यस्य पुरो वन्दनाऽऽरब्धा ।। २३४।।
દંડક સૂત્રોમાં સંકળાયેલા ભાવઅરિહંત વગેરે આલંબનનું પણ સ્મરણ કરે. અથવા જેની સમક્ષ ચૈત્યવંદન શરૂ કર્યું હોય તે જિનબિંબ આદિ આલંબનનું સ્મરણ કરે. (૨૩૪)
=
૧૦૩