________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ન હોવાથી એમ જે કહ્યું તેનો માત્ર શબ્દાર્થ વિચારવામાં આવે તો સો હાથની અંદર મંદિર હોય ત્યાં ઈરિયાવહિયા વિના ચૈત્યવંદન કરી શકાય. પણ શાસ્ત્રોમાં અનેક સ્થળે ઈરિયાવહિયા વિના ચૈત્યવંદન ન કરી શકાય એવા પાઠો આવે છે. આથી અહીં માત્ર શબ્દાર્થ ન લેતાં ભાવાર્થ લેવો જોઈએ. અહીં ભાવાર્થ આ પ્રમાણે જણાય છે– એક સ્થળે ઈરિયાવહિયા કરવા પૂર્વક ચૈત્યવંદન કર્યા પછી બીજા સ્થળે સો હાથની અંદર ચૈત્યવંદન કરવું હોય તો ઈરિયાવહિયા કર્યા વિના પણ કરી શકાય. - અહીં “ઈરિયાવહિયાના અભાવથી બે પ્રણિપાત થાય” એમ જણાવ્યું છે. એનો અર્થ એ થયો કે ઈરિયાવહિયા કરવામાં આવે તો ત્રણ પ્રણિપાત થાય. આની ઘટના આ પ્રમાણે છે– અહીં પ્રણિપાત શબ્દથી માત્ર નમુત્થણે સૂત્ર વિવલિત નથી, કિંતુ નમુત્યુર્ણ સૂત્ર અને ખમાસમણ (= ઈચ્છામિ ખમાસમણો) સૂત્ર પણ વિવક્ષિત છે. આથી ઈરિયાવહિયા કરે તો એક પ્રણિપાત ગણાય. મધ્યમ ચૈત્યવંદનમાં ઈરિયાવહિયા + બે નમુત્થણે એમ ત્રણ પ્રણિપાત થાય. જો ઇરિયાવહિયા ન કરે તો બે પ્રણિપાત થાય. અથવા ઈરિયાવહિયા + ૧ નમુત્થણે એમ પણ બે પ્રણિપાત થાય. ઈરિયાવહિયા + ત્રણ નમુત્થણંથી ચારે પ્રણિપાત થાય. અથવા ઈરિયાવહિયા વિના-ચાર નમુત્થણંથી ચાર પ્રણિપાત થાય. ઈરિયાવહિયા + ચાર નમુત્થણંથી પાંચ પ્રણિપાત થાય. (૧૭૧)
एवं पि जुत्तिजुत्तं, आइन्नं जेण दीसए बहुसो। नवरं नवभेयाणं, नेयं उवलक्खणं तं पि ॥१७२॥
एतदपि युक्तियुक्तं आचीर्णं येन दृश्यते बहुशः । " નવાં નવમેવાનાં શેયં ૩પક્ષM તપિ શિ૭રા '. આ બીજાઓએ કહેલાત્રણ પ્રકાર)પણયુક્તિયુક્તછે. કારણકે અનેકવાર આચરાયેલું જોવાય છે. કિંતુ એને પણ નવભેદોનું ઉપલક્ષણ જાણવું. (૧૭ર)
पाढकिरियाणुसारा, भणिया चिइवंदणा इमा नवहा । अहिगारिविसेसा पुण, तिविहा सव्वा वि जं भणियं ॥१७३॥ पाठक्रियानुसाराद् भणिता चैत्यवन्दनेयं नवधा । अधिकारिविशेषात्पुनः त्रिविधा सर्वाऽपि यद् भणितम् ।।१७३।।
૭૭