________________
ચૈત્યવદન મહાભાષ્ય
ઠીક નથી. તિત્રિ વ ઢ એ ગાથામાં કહેલી ત્રણ સ્તુતિઓ પ્રણિધાન (જયવીયરાય) સૂત્રની માનવી જોઈએ.
તથા પૂ૦ અભયદેવસૂરિ મહારાજે ચતુર્થસ્તુતિઃ વિનર્વાવીના એમ ત્નિ શબ્દનો પ્રયોગ કરીને ત્રણ સ્તુતિના મત પ્રત્યે પોતાની અરુચિ વ્યક્ત કરી છે. પૂ૦ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજે “અનેકાર્થ સંગ્રહ'માં કહ્યું છે કેવાર્તાસંમાવ્યો ત્નિ દેત્વેચ્યોરતી રે વાર્તા, સંભાવના હતું, અરુચિ અને અસત્ય એ પાંચ અર્થોમાં ‘કિલ' શબ્દનો પ્રયોગ થાય છે. '
તથા પ્રસ્તુત ચૈત્યવંદન મહાભાષ્ય ગાથા ૭૭૨-૭૭૩-૭૭૪ અને સંઘાંચારે ભાષ્ય ગાથા ૩પની વૃત્તિ વગેરે પ્રાચીન ગ્રંથોના આધારે પણ ચાર થોયનું સમર્થન થાય છે.) પ્રશ્નઃ- ચૈત્યવંદનમાં પ્રણિધાન (-જયવીયરાય) સૂત્ર શાના આધારે બોલે છે.?
ઉત્તર- પાણી, મુત્તસુત્તીણ “(ચૈત્યવંદનમાં) મુક્તાશુક્તિ મુદ્રાથી પ્રણિધાન સૂત્ર કહેવું” એ પાઠના આધારે પ્રણિધાન સૂત્ર બોલે છે.’
કેટલાક (વર્તમાનમાં પૌષધ આદિમાં જે દેવવંદન થાય છે તે) પાંચ નમુત્થણંથી ઉત્કૃષ્ટ વંદન થાય છે એમ કહે છે.
આ રીતે ચૈત્યવંદન ત્રણ પ્રકારે છે. ચૈત્યવંદન પાંચ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજા આદિ વિધિપૂર્વક કરવું જોઈએ.
પ્રશ્ન- આગમગ્રંથોમાં ભાવ અરિહંતને જ ત્રણ પ્રદક્ષિણા આપવાનું જણાય છે, જિનપ્રતિમાને નહિ, આથી જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા નહિ આપવી જોઈએ.
ઉત્તર- જો કે આગમગ્રંથોમાં જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા આપવાનું જણાતું નથી, પણ જીવાભિગમની ટીકામાં વિજયદેવના પ્રકરણમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા આપવાનું જણાવ્યું છે, આથી તેમણે જ રચેલા આ પ્રકરણમાં અમે (- શ્રી અભયદેવસૂરિ મહારાજે) પણ એ કહ્યું છે. તથા શક્રસ્તવનો (નમુત્થણનો) પાઠ અને પાંચ અભિગમ ભાવ અરિહંતની ભક્તિરૂપ છે, છતાં તે જિનપ્રતિમામાં ભાવ અરહિતનું આરોપણ કરીને
७४