________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
આ ત્રણ પ્રકારનું ચૈત્યવંદન વિધિપૂર્વક કરવું જોઈએ. (૧૬૬)
અહીં પંચાશકની ટીકાનો અર્થ આ પ્રમાણે છે
“કૃતકૃત્ય, રૂપરહિત, ઇંદ્રિયરહિત, કિયારહિત, પાપરહિત, મૃત્યુરહિત અને સકલત્રિભુવનના મસ્તકચૂડામણિ એવા શ્રીવીરને મસ્તકથી પ્રણામ કરું છું.” . ઈત્યાદિ (સ્તુતિ) પાઠ બોલીને કરાતી નમસ્કારક્રિયા જઘન્ય વંદના છે. કારણ કે આમાં પાઠ અને ક્રિયા અલ્પ છે.
પ્રશ્ન :- પહેલી ગાથામાં ઉત્કૃષ્ટ વગેરે ત્રણ પ્રકારના વંદનને કહીશ એમ કહ્યું છે. અહીં પહેલાં ઉત્કૃષ્ટ વંદનનો ઉલ્લેખ છે તો આ બીજી ગાથામાં પહેલાં ઉત્કૃષ્ટવંદનાને ન જણાવતાં જઘન્યવંદના જણાવી તે અનુચિત નથી? ..
ઉત્તર :- ના. કારણ કે ત્યાં મારિ શબ્દનો પ્રકાર અર્થે હોવાથી અનુચિત નથી. (જેમ વંદનાનો ઉત્કૃષ્ટવંદના એક પ્રકાર છે તેમ જઘન્યવંદના પણ એક પ્રકાર છે.) . (વિવારે નEUUT) સ્તુતિપૂર્વક નમસ્કાર જઘન્ય વંદન છે. (
વંથુનુયત્ન માિમાં) અરિહંતચેઈમાણે અને સ્તુતિ એ બે મધ્યમ વંદન છે.
(નમુત્થણ, અરિહંતચેઈયાણ, લોગસ્સ પુખરવરદીવસે, સિદ્ધાણં-બુદ્ધાણં એ પાંચની દંડક સંજ્ઞા છે. અહીં એક દંડક અને એક સ્તુતિ એ બે મળીને મધ્યમવંદન છે. એટલે “દંડક’ શબ્દથી અરિહંતચેઈયાણું સમજી શકાય છે. કારણ કે તેના પછી સ્તુતિ આવે છે.). મધ્યમ ચૈત્યવંદનની આ વ્યાખ્યા નીચેની બૃહત્કલ્પની ગાથાના આધારે કરે છે.
निस्सकडमनिस्से वा, वि चेइए सव्वहिं थुई तिन्नि ।
वेलं च चेइयाणि य, णाउं एक्किक्किया वा वि ||१८०४।। “કોઈ એક ગચ્છનું મંદિર હોય કે સર્વ ગચ્છ માટે સાધારણ મંદિર હોય-એ બધા મંદિરોમાં ત્રણ સ્તુતિથી ચૈત્યવંદન કરવું. સમય અને ચૈત્યોને જાણીને, અર્થાત્ ચૈત્યો ઘણાં હોય અને બધે ત્રણ સ્તુતિ કરવાથી સમય પહોંચે તેમ ન હોય તો બધે એક એક સ્તુતિથી ચૈત્યવંદન કરે.”