________________
ચૈત્યવદન મહાભાષ્ય
એક શ્લોકથી સ્તુતિ કરવી, (૪) અથવા અનેક શ્લોકથી સ્તુતિ કરવી, (૫) અથવા નમુત્યુર્ણ સૂત્ર બોલવું. આ પાંચેય પ્રકારથી જઘન્ય જઘન્ય ચૈત્યવંદન થાય
સ્તુતિયુનિયુતિન એ પદનો આઠ થાયથી એમ અર્થ થાય છે.. તે આ પ્રમાણે– પહેલી ત્રણ સ્તુતિઓ વંદનરૂપ હોવાથી વંદના સ્તુતિ રૂપે એક જ સ્તુતિ ગણાય છે. અને ચોથી સ્તુતિ અનુશાતિરૂપ હોવાથી બીજી સ્તુતિ ગણાય છે. આમ ચાર સ્તુતિનું એક સ્તુતિયુગલ થયું. બીજી ચાર સ્તુતિનું બીજું યુગલ થયું. યુનિયુર્તિઝ એટલે બે યુગલ. આમ સ્તુતિયુતિયુર્તિ એટલે આઠ થોયો.
ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં સ્તોત્રનો ઉલ્લેખ છે. આ સ્તોત્ર એટલે વર્તમાનમાં આઠ થોયના દેવવંદનમાં ત્રીજું ચૈત્યવંદન બોલવામાં આવે છે. એ હોવું જોઈએ. ૧૫મી ગાથામાં આવેલા પ્રણિધાન ત્રિકથી જાવંતિક, જાવંતo, જયવીરાયતુ એ ત્રણ સૂત્રો વિવક્ષિત છે. (૧૫૪ થી ૧૫૯)
एसा नवप्पयारा, आइना वंदणा जिणमयम्मि । कालोचियकारीणं, अणग्गहाणं सुहा सव्वा ॥१६०॥ एषा नवप्रकारा आचीर्णा वन्दना जिनमते । कालोचितकारिणामनाग्रहाणां शुभा सर्वा ।।१६०।।
જિનમતમાં આ નવ પ્રકારનું ચૈત્યવંદન આચરાયેલું છે. કદાગ્રહથી રહિત અને કાલોચિત કરનારાઓને સર્વ પ્રકારનું ચૈત્યવંદન શુભ છે.
વિશેષાર્થ – કાલોચિત કરનારાઓ એટલે જે કાળે જે કાર્ય કરવાનું ઉચિત હોય તે કાળે તે કાર્ય કરનારાઓ. આનાથી ગ્રંથકાર એ કહેવા માગે છે કે ચૈત્યવંદન સમયસર કરવું જોઈએ. (૧૬૦)
उक्कोसा तिविहा वि हु, कायव्वा सत्तिओ उभयकालं । सड्डेहिँ उ सविसेसं, जम्हा तेसिं इमं सुत्तं ॥१६१॥
६८