________________ 17 રામ અને લક્ષ્મણ હોય છે, ત્યારે તેનો સમય કયાં વીતી જાય છે તેની તેને જરાય ખબર પડતી નથી. પ્રિયદર્શન અને ગુણસેનનો સમય પણ તેવી જ રીતે ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બંને ખુશમિજાજમાં હતાં, ભૌતિક ભોગ વિલાસની સાથોસાથ તેઓ યથાશક્તિ ધર્મનું પણ આરાધન કરતાં હતાં. તેઓ સમજતાં હતાં કે આજે આપણને જે સુખ અને સાહ્યબી મળ્યાં છે તે તો પૂર્વભવની પુણ્યકમાઈની મૂડી છે. અને કો ડાહ્યો મૂડીને વાપરી નાંખે ? શાણા તો એ મૂડીને વધારે જ કરે. દેવદર્શન, પૂજ, વ્યાખ્યાન શ્રવણ, શ્રમણ ભગવંતોની સેવા, સુપાત્રદાન વગેરે અનેક પ્રકારની ધર્મક્રિયાઓ આ રાજારાણી કરતાં હતાં. સમય થતાં જ સ્વપ્નનું ફળ દેખાવા લાગ્યું. પ્રિયદર્શનાએ હવે ઝાઝુ હરવા-ફરવાનું, શરીરને વધુ શ્રમ પડે તેવું કાર્ય કરવાનું છોડી દીધું. અને પોતાના ગર્ભને પોષણ મળે, ગળથુથીમાં જ શુભ સંસ્કાર મળે તે રીતે તેણે જીવવા માંડયું. સ્ત્રી માટે આ સમય ઘણે જ નાજુક હોય છે તેમાંય સંતાન માટે તો આ સમય ઘણો જ અગત્યનો હોય છે. આ સમયમાં તેના બંધાતા જીવકો પર, માતાના જીવન વ્યવહારની ઘણી અસર પડતી હોય છે. માતા આ સમયમાં જેવાં વિચારે ને કાર્યો કરતી હોય છે તે પ્રમાણે માતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust