________________
૧. ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
*
ધર્મ અને દર્શન એ બે જીવનનાં અભિન્ન અંગ છે. જ્યારે માનવ ચિંતનના સાગરમાં ઊડે અવગાહન કરે છે, ત્યારે દર્શનને જન્મ થાય છે. જ્યારે તે આ ચિંતનને જીવનમાં પ્રયાગ કરે છે, ત્યારે ધર્મનું અવતરણ થાય છે. માનવ મનના લેશની ઉપશાંતિ અર્થે ધર્મ અને દર્શન અનિવાય સાધન છે.
ધર્મ અને ન
મહાન દાનિક સુકરાત સમક્ષ કોઈ જિજ્ઞાસુએ પૃચ્છા કરી કે શાંતિ કયાં છે અને શું છે?
દાનિકે આનું સમાધાન કરતાં કહ્યું : “મારા માટે શાંતિ મારાં ધર્મ અને દર્શન છે. તે બહાર નહી. પણ મારી ભિતરમાં છે.”
સુકરાતની દૃષ્ટિએ ધર્મ અને દર્શન પરસ્પર ભિન્ન નહીં પણ અભિન્ન છે. એના પછી ગ્રીક તેમજ યુરેાપીય દાર્શનિકોમાં ધર્મ અને દન પરત્વે મતભેદ ઉપસ્થિત થાય છે. સુકરાતે દન અને ધર્મીનુ જે નિરૂપણ કર્યું છે, તે પ્રાયઃ જૈનધર્મ સાથે સમાનતા ધરાવતું પ્રતીત થાય છે. જૈન ધર્મમાં આચારના પાંચ ભેદ માનવામાં આવે છે.૧ જેમાં જ્ઞાનાચાર પણ એક છે. જ્ઞાન અને આચાર પરસ્પર સાપેક્ષ છે. આ દૃષ્ટિએ વિચાર એ દશન અને આચાર એ ધર્મ છે.
૧. સ્થાનાંગ ૫, ઉદ્દે॰ ૨ સૂત્ર ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org