________________
૩૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
वायणपडिसुणणाए उवएसे सुत्तअत्थकहणाए ।
अवितहमेयंति तहा पडिसुणणाए तहक्कारो ॥ ६८९ ॥ दारं ॥ व्याख्या : वाचना-सूत्रप्रदानलक्षणा तस्याः प्रतिश्रवणं-प्रतिश्रवणा तस्यां वाचनाप्रतिश्रवणायां, तथाकार: कार्यः, एतदुक्तं भवति-गुरौ वाचनां प्रयच्छति सति सूत्रं गृह्णानेन तथाकार: कार्यः, तथा सामान्येनोपदेशे-चक्रवालसामाचारीप्रतिबद्धे गुरोरन्यस्य वा सम्बन्धिनि तथाकार: कार्यः, तथा 'सुत्तअत्थकहणाए' त्ति सूत्रार्थकथनायां, व्याख्यान इत्यर्थः, किम् ?तथाकार: कार्यः, तथाकार इति कोऽर्थ इति ?, आह - अवितथमेतत् यदाहु!यमिति, न केवलमुक्तेष्वेवार्थेषु तथाकारप्रवृत्तिः, तथा 'पडिसुणणाए' त्ति प्रतिपृच्छोत्तरकालमाचार्ये कथयति
सति प्रतिश्रवणायां च तथाकारप्रवृत्तिरिति, चशब्दलोपोऽत्र द्रष्टव्य इति गाथार्थः ॥ . 10 સામૂર્તિ સ્થાને સ્થાને વિંછાતિપ્રયોn: પત્નપ્રતિપાનિયાદ- ''
जस्स य इच्छाकारो मिच्छाकारो य परिचिया दोऽवि ।
तइओ य तहक्कारो न दुल्लभा सोग्गई तस्स ॥ ६९० ॥ व्याख्या : यस्य चेच्छाकारो मिथ्याकारच परिचितौ द्वावपि तृतीयश्च तथाकारो न दुर्लभा .
ગાથાર્થ : વાચનાના શ્રવણમાં, ઉપદેશમાં, સૂત્રાર્થના કથનમાં તથા પ્રતિશ્રવણમાં “આ 15 અવિતથ છે” એ પ્રમાણે તથાકાર કરવા યોગ્ય છે. .
ટીકાર્થ સૂત્રને આપવારૂપ વાચનાના પ્રતિશ્રવણને વિશે તથાકાર કરવા યોગ્ય છે, અર્થાત્ ગુરુ વાચના આપતા હોય ત્યારે સૂત્રને ગ્રહણ કરતા શિષ્ય તથાકાર કંરવો જોઈએ, તથા સામાન્યથી ગુરુ કે અન્ય સંબંધી ચક્રવાલસામાચારીવિષયક ઉપદેશમાં તથાકાર કરવો જોઈએ,
(ચક્રવાલસામાચારી એટલે ઇચ્છા–મિચ્છાદિ-દશસામાચારી અથવા અન્ય રીતે દશપ્રકારની 20 સામાચારી પંચાશકમાં જણાવી છે, તે) તથા સૂત્રાર્થના કથનને વિશે અર્થાત્ વ્યાખ્યાનમાં તથાકાર કરવા યોગ્ય છે.
શંકા : તમે તથાકાર કરવાનું કહો છો પરંતુ તથાકાર એટલે શું ?
સમાધાન : “તમે જે કહો છો તે અવતિથઋતે જ પ્રમાણે છે” આ પ્રમાણે જે કહેવું તે તથાકાર કહેવાય છે. ઉપર કહી ગયા તે અર્થોમાં જ તથાકાર કરવો એવું નહીં, પરંતુ પ્રતિપૃચ્છા 25 કર્યા પછી આચાર્ય જયારે જવાબ આપે ત્યારે તે જવાબના પ્રતિશ્રવણમાં પણ તથાકાર કરવો જોઈએ. મૂળગાથામાં “તહી પડતુIVIT” શબ્દ પછી “ર" શબ્દનો લોપ થયેલો છે એમ જાણવું. If૬૮૯
અવતરણિકા: પોત-પોતાના સ્થાને ઇચ્છાકારાદિનો પ્રયોગ કરનારનું ફળ પ્રતિપાદન કરવા માટે કહે છે. (અર્થાત્ ઇચ્છાકારના વિષયમાં ઇચ્છાકારનો, મિથ્થાકારના વિષયમાં મિથ્યાકારનો
તથા તથાકારના વિષયમાં તથાકારનો પ્રયોગ કરનારને કયું ફળ પ્રાપ્ત થાય? તે કહે છે.) 9 30 ગાથાર્થ : મૂળગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થ ઃ જેને ઇચ્છાકાર અને મિથ્યાકાર આ બંને તથા ત્રીજો તથાકાર પરિચિત (આત્મસાતુ)