________________
સામાયિકના આકર્ષો (નિ. ૮૫૭-૮૫૮) ૩૨૧ ___एगभवे आगरिसा एवतिया होंति नायव्वा ॥८५७॥ व्याख्या : आकर्षणम् आकर्षः-प्रथमतया मुक्तस्य वा ग्रहणमित्यर्थः, तत्र त्रयाणांसम्यक्त्वश्रुतदेशविरतिसामायिकानां सहस्त्रपृथक्त्वं, पृथक्त्वमिति द्विपभृतिरानवभ्यः, शतपृथक्त्वं च भवति विरतेरेकभवे आकर्षा एतावन्तो भवन्ति ज्ञातव्या उत्कृष्टतः, जघन्यतस्त्वेके एवेति गाथार्थः ॥८५७॥
5 तिण्ह सहस्समसंखा सहसपुहुत्तं च होइ विईए । - णाणभवे आगरिसा एवइया होंति णायव्वा ॥८५८॥ व्याख्या : त्रयाणां-सम्यक्त्वश्रुतदेशविरतिसामायिकानां सहस्राण्यसङ्ख्येयानि, सहस्त्रपृथक्त्वं च भवति विरतेः, एतावन्तो नानाभवेष्वाकर्षाः । अन्ये पठन्ति-'दोण्ह सहस्समसंखा' तत्रापि श्रुतसामायिकं सम्यक्त्वसामायिकानान्तरीयकत्वादनुक्तमपि प्रत्येतव्यम्, अनन्ताश्च सामान्यश्रुते 10 ज्ञातव्या इत्यक्षरार्थः । इयं भावना-त्रयाणां ह्येकभवे सहस्रपृथक्त्वमाकर्षाणामुक्तं, भवाश्च पल्योपमासङ्ख्येयभागसमयतुल्याः, ततश्च सहस्रपृथक्त्वं भवति तैर्गुणितं सहस्राण्यसङ्ख्येयानीति, सहस्रपृथक्त्वं चेत्थं भवति-विरतेः खल्वेकभवे शतपृथक्त्वमाकर्षाणामुक्तं, भवाश्चाष्टौ, ततश्च
ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ: આકર્ષ એટલે ગ્રહણ કરવું, અર્થાત્ સૌ પ્રથમ વખત ગ્રહણ કરવું- અથવા મુકેલાનું 15. ગ્રહણ કરવું. તેમાં સમ્યકત્વ–શ્રુત અને દેશવિરતિસામાયિકનું ગ્રહણ સહસ્રપૃથત્વ જાણવું. પૃથત્વ એટલે ૨ થી ૯ સંખ્યા (અર્થાત્ ૨ હજારથી ૯ હજાર વખત એક ભવમાં પ્રથમ ત્રણ સામાયિકનું ગ્રહણ થઈ શકે.) સર્વવિરતિનું ૨૦૦ થી ૯૦૦ વખત જાણવું. આ આકર્ષોની સંખ્યા એક ભવને આશ્રયી ઉત્કૃષ્ટથી જાણવી, જઘન્યથી એક જ આકર્ષ થાય. I૮૫૭ી.
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. . • ટીકાર્થ : જુદા-જુદા ભવોને આશ્રયી સમ્યક્ત્વ-શ્રુત અને દેશવિરતિના અસંખ્ય હજારો આકર્ષો અને સર્વવિરતિના ૨ હજારથી ૯ હજાર આકર્ષો જુદા જુદા ભાવોમાં થાય. કેટલાક આચાર્યો ત્રણને બદલે ‘બે સામાયિકના અસંખ્યહજારો આકર્ષો એવો પાઠ માને છે. ત્યાં પણ શ્રુતસામાયિક સમ્યક્ત્વસામાયિકની સાથે જ રહેનારું હોવાથી નહીં કહેવા છતાં જાણી લેવું અર્થાત્ સમ્યક્ત અને દેશવિરતિના અસંખ્યહજારો આકર્ષ થાય એવો પાઠ માને છે. અહીં સમ્યક્ત શબ્દથી 25 શ્રુતસામાયિક પણ સમજી લેવાનું છે.) અને સામાન્યશ્રુતમાં અનંતા આકર્ષો જાણવા. આ પ્રમાણે અક્ષરાર્થ થયો.
ભાવાર્થ આ પ્રમાણે જાણવો – પ્રથમ ત્રણ સામાયિકના એક ભવમાં સહસ્ત્રપૃથકૃત્વ આકર્ષો કહ્યા અને (ગા. ૮૫૬માં) પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલ સમયો જેટલા ભવો કહ્યા. તેથી આ સહસ્ત્રપૃથફત્વ અને ભવોનો ગુણાકાર કરતાં જણાય છે કે જુદા-જુદા ભવોમાં અસંખ્ય 30 હજારો આકર્ષો પ્રથમ ત્રણ સામાયિકના થાય. તથા સર્વવિરતિનું સહસ્ત્રપૃથફત્વ આ પ્રમાણે થશે કે– એક ભવમાં ચારિત્રના ૨૦૦ થી ૯00 આકર્ષો કહ્યા અને ભવો આઠ કહ્યા. તેથી શતપૃથકૃત્વને