________________
૩૭૩
કામદેવશ્રાવક અને વલ્કલચીરીમુનિનું દૃષ્ટાંત સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન કરી યોગ્ય સ્થાને બેઠા. તે વખતે ભગવાન મહાવીરે (૧) આગાર ધર્મ અને (૨) અણગાર ધર્મ એ બે પ્રકારની દેશના આપી.
દેશના સાંભળીને જિતશત્રુ રાજા તેમજ પ્રજા સ્વસ્થાનકે જવા પાછા ફર્યા. દેશનાનો ભારે પ્રભાવ આનંદ ગાથાપતિ પર પડ્યો. પરિષદ વિખરાયા બાદ આનંદ શ્રાવક ભગવાન પાસે આવ્યા, ભાવપૂર્વક વંદન કર્યું અને બોલ્યા “હે પ્રભુ ! આપની દેશના મને ખૂબ ગમી છે. તેના પર 5 મને શ્રદ્ધા થઈ છે. પ્રતીતિ થઈ છે. પ્રભુ ! અણગાર ધર્મ અંગીકાર કરવા હું સમર્થ નથી, તેથી હું આગાર ધર્મ જે આપે બાર પ્રકારનો વર્ણવ્યો છે તે અંગીકાર કરવા ઉત્સુક થયો છું.” આ રીતે મહાવીરસ્વામીની દેશના સાંભળીને આનંદશ્રાવકને સામાયિકની પ્રાપ્તિ થઈ. (૩) શ્રી કામદેવશ્રાવકની કથા
ચંપાનામની નગરીમાં કામદેવનામના ધનાઢ્ય ગૃહસ્થ રહેતા. તેમના પત્નીનું નામ હતું 10 ભદ્રા શેઠાણી. તેમણે છ કરોડ દ્રવ્ય નિધાનરૂપ ભંડાર્યું હતું. છ કરોડ વ્યાપારમાં રોકી વ્યવસાય કરતા અને છ કરોડ દ્રવ્ય ઘર, ઘરવક૨ી, વાસણ, વસ્ત્ર, આભૂષણમાં રોક્યું હતું. દશ-દશહજાર ગાયોવાળા છ ગોકુળ હતા.
એકવાર વિશ્વવત્સલ‘ભગવાન મહાવીરદેવ ચંપાનગરીના પૂર્ણભદ્રચૈત્યમાં પધાર્યા. દેવોએ અદ્ભૂત સમવસરણની રચના કરી. તે તરફ લોકો ઉલટભેર જતા હતા. તે જોઈ કોઈને કામદેવે 15 પૂછ્યું : “આ બધાં આટલાં ઉલ્લાસથી આમ ક્યાં જઇ રહ્યા છે ?” જાણવા મળ્યું કે શ્રમણ ભગવાન મહાવીરદેવ સમવસર્યા છે. તેમની અધ્યાત્મદર્શન કરાવતી સ્યાદ્વાદ સિદ્ધાંતવાળી વાણી અનેક પાપસંતાપનો નાશ કરે છે. તેમના દર્શન માત્રથી અદ્ભૂત શાંતિ મળે છે.
આ સાંભળી કામદેવને પણ દર્શન અને દેશના શ્રવણના ભાવ જાગ્યા. તે પણ ભગવંતના ચરણમાં ઉપસ્થિત થયા. પરમાત્માની વાસ્તવિક પરિસ્થિતિ સમજાવતી વાણી સાંભળીને કામદેવ 20 બોધ પામ્યા. તેમને વાણીની પ્રતીતિ થઈ અને પ્રભુના શ્રાવક થયા. ઘેર આવ્યા પછી આનંદોલ્લાસનું કારણ બતાવતા પત્ની ભદ્રાને જેમ આનંદશ્રાવકે શિવાદેવી ભાર્યાને કહ્યું હતું તેમ ધર્મ પ્રાપ્તિનું સૌભાગ્ય કહી સમજાવ્યું. તેથી ભદ્રા શેઠાણી પણ ઉછરંગપૂર્વક સમૃદ્ધિ સાથે ભગવાન પાસે ધર્મ સાંભળવા ગઈ અને ધર્મ સ્વીકારી શ્રાવિકા થઈ ઘરે આવી. ધર્મ પ્રાપ્તિથી તેઓને ઘણો જ પ્રમોદ થયો. તેઓ નિરંતર ધર્મકરણી ક૨તાં જિનપૂજા-ગુરુઉપાસના આદિમાં રત રહેતા.
આ રીતે મહાવીરસ્વામીની દેશનાથી કામદેવશ્રાવકને સામાયિકની પ્રાપ્તિ થઈ. (૪) વલ્કલચીરીમુનિનું દૃષ્ટાંત
પોતનપુરના રાજા સોમચંદ્રને ધારિણી નામે પત્ની હતી. એકવાર રાજા વિશ્રાંતિગૃહમાં હતા ને રાણી તેમના વાળમાં પોતાના મુલાયમ આંગળા ફેરવી વાળ ઓળતી હતી. રાજાના માથામાં
25