________________
૩૭૬ જ કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૩) તેઓ આગળ જતા હતા ત્યાં એક ચોર મળ્યો. બળવાન રથિકે ચોરને જીતી તેનું ધન પડાવી લીધું ને પોતનપુરમાં બધા આવ્યા. છૂટા પડતાં રથવાને કહ્યું – “આ પોતનઆશ્રમ આવ્યું. ક્યાં જવું છે તે પણ તમે જાણતા નથી. પૈસા વગર તો તમને સ્થાન કે ભોજન પણ મળશે નહીં,
લ્યો આ ધન,” એમ ચોર પાસે પડાવેલા માલમાંથી કેટલોક ભાગ તેને આપ્યો ને છૂટા પડ્યા. 5 વલ્કલચીરી આગળ ચાલ્યો. જાતજાતની વેશભૂષાવાળા સ્ત્રી-પુરુષો, ઊંચી હવેલી અને
દુકાનની શ્રેણિ જોઈ એ તો અચંબામાં પડ્યો કે આ બધું છે શું આ કઈ જાતનું મર્યાદા વિનાનું આશ્રમ ? ને આ કેવી જાતના તપસ્વીઓ !! જે સામે મળે તેને કહે “તાત વંદે, તાંત વંદે ને લોકો આ સાંભળી હસવા લાગે. માર્ગે જતી વેશ્યાએ જોઈ તેને બોલાવ્યો. તેણે કહ્યું–“મને
સ્થાન અને ફળ આપો. તે માટે રથિકે આ ધન આપ્યું છે. તે તમે લઈ લો.” વેશ્યા ઘણી રાજી 10 થઈ. સ્નાનઘરમાં લઈ જઈ તૈલમર્થન આદિ કરી સારી રીતે સ્નાન કરાવ્યું. વલ્કલીરીએ વ્યાધિની
જેમ બધું સહન કર્યું. તે વેશ્યાને એક પુત્રી હતી, જે પરણવાની હઠ લઈ બેઠેલી. તેને ઋષિપુત્ર સાથે પરણાવવાની ઠાઠપૂર્વક તૈયારી કરી. પાણિગ્રહણ થયું. ગીત, નૃત્ય ને વાજિંત્રનો નાદ સાંભળી તેણે વિચાર્યું “આ લોકો કૂદકા મારીને કઈ જાતનો સ્વાધ્યાય કરી રહ્યા છે? મને ભૂખ લાગી
છે ને કાંઈ ફળ તો આપતા નથી !” 15 આ વેશ્યાની સમીપમાં જ રાજવાડો હતો. મૃદંગાદિ લગ્નવાદ્ય અને ગીતો સાંભળી રાજાએ
વેશ્યાને બોલાવી હ્યું–“અમારે ત્યાં શોક પ્રવર્તે છે, ત્યારે તે આ શું માંડ્યું ?” તેણે કહ્યું “નૈમિત્તિકના વચનથી તાપસકુમારને મેં હમણાં જ મારી કન્યા પરણાવી છે. તેના આનંદમાં અમે આ વાજા વગડાવ્યા છે.” તે વખતે જમણું અંગ ફરકવાથી રાજાએ નિશ્ચય કર્યો કે તે કુમાર મારો
ભાઈ જ હશે, રાજા પોતે વેશ્યાને ઘેર આવી વલ્કલચીરીને ઓળખે છે ને ઉલ્લાસપૂર્વક વિવાહ 20 મંગળ કરી દંપતીને રાજમહેલમાં લાવે છે. રાજમહેલમાં રહેવાથી થોડા જ દિવસોમાં વલ્કલચીરી
ચતુર અને કળામાં કુશળ થયો. પ્રસન્નચંદ્ર શાંતિપૂર્વક એકવાર સોમચંદ્રઋષિને વલ્કલચીરીના સમાચાર આપતાં તેમની ચિંતાનો અંત આવ્યો.
રાજમહેલમાં વસતાં, સ્ત્રી સાથે વિષયોપભોગ સેવતાં વલ્કલચીરીને બાર વર્ષ થઈ ગયા. એક રાત્રિએ તેને વિચાર આવ્યો કે-“કૃતઘ્ન છું, કેવો ઇન્દ્રિયોનો દાસ થઈ ગયો છું? પિતાને 25 પાછલી વયમાં એકલા વનમાં છોડી દઈ હું રાજવૈભવમાં સ્ત્રીઓ સાથે મહાલું છું. તેણે ભાઈને
વાત કરી કે–“ઘણાં સમયથી પિતાજીના દર્શન નથી કર્યા. માટે આજે ત્યાં જઈ આવું.” ભ્રાતૃવત્સલ રાજા પણ ભાઈની સાથે જ વનમાં ગયો. બંનેએ પિતાના દર્શન કરી પ્રણામ કર્યા. સોમચંદ્રઋષિએ વલ્કલચીરીને પાસે બેસાડી પંપાળ્યો અને કુશળ સમાચારાદિ પૂક્યા. તેમના નેત્રપટલ બાઝવાથી
તેઓ જોઈ શકતા નહોતા, પણ હર્ષાશ્રુનો વેગ આવતાં પડલ ઉતરી ગયા. વલ્કલચીરીને બારવર્ષ 30 , પૂર્વે ગોપવેલ પોતાના પાત્ર આદિ ઉપકરણો યાદ આવતાં તેને કાઢ્યાં અને ખેસના છેડા વડે પ્રમાર્જના