Book Title: Avashyak Niryukti Part 03
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 388
________________ વલ્કલચીરીમુનિનું દષ્ટાંત ૩૭૭ કરતાં વિચાર્યું કે, મેં આ પ્રમાણે પ્રમાર્જન - પ્રતિલેખના ક્યાંક કરી છે. આમ ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ પ્રત્યક્ષ થતાં તેણે જાણ્યું કે “અરે ! ગયા ભવમાં જ છોડેલું સાધુજીવન પણ મેં ન જાણ્યું ? સ્ત્રીસંગતની લંપટતાને ધિક્કાર છે.” આમ આંતરિક પશ્ચાત્તાપ અને શુભધ્યાનના યોગે તેને ત્યાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલીએ દેશના આપી. સોમચંદ્ર પણ બોધ પામી દીક્ષા લીધી. રાજા પ્રસન્નચંદ્ર બ્રહ્મચર્યવ્રત લઈ ઘરે આવ્યા. વલ્કલચીરી મુનિ પ્રત્યેકબુદ્ધ થયા. પ્રભુ મહાવીરદેવ પાસે આવ્યા અને અંતે મોક્ષ પામ્યા. આ પ્રમાણે વલ્કલચીરી મુનિએ તાપસપણાના ઉપકરણોની પ્રાર્થના કરતાં તેની જ રજ નહીં પણ આત્માના પ્રદેશોમાં લાગેલી કર્મવર્ગણાને પણ દૂર કરી. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની ધૂળ દૂર કરી. તેઓ કામદેવને જીતનારા પ્રત્યેકબુદ્ધ તરીકે પ્રસિદ્ધ થયા.

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410