________________
વલ્કલીરીમુનિનું દાંત ૩૭૫ તે રૂપાળા તા.સોનો તાત વરે' કહી આદર સત્કાર કર્યો અને પાસે જે હતા તે ફળ ખાવા ધર્યા. વેશ્યાઓએ કહ્યું – “અમારી પોતનપુરી આશ્રમના ફળ ક્યાં ? ને આ તમારા રસકસ વગરના સામાન્ય ફળ ક્યાં ? જુઓ આ અમારા ફળ.” એમ કહી તેમણે મેવા, દ્રાક્ષ અને મઘમઘતાં મોદક ઝોળીમાંથી કાઢી બતાવ્યા અને એકાંતમાં લઈ જઈ ખાવા આપ્યા. કદી નહીં ચાખેલાં અત્યંત સ્વાદિષ્ટ ફળ ખાઈ ઋષિબાળ આશ્ચર્ય પામ્યો અને અહોભાવથી આ રૂપાળા મુનિઓને નિરખી 5. રહ્યો. નવા નવા પદાર્થો કાઢી કાઢી અનોખા ભાવપૂર્વક તેઓ ઋષિકુમારને ખવરાવવા લાગી અને અવનવા સ્વાદમાં તે લપેટાતો ગયો. વેશ્યાઓએ તેને પોતાના સમીપમાં લીધો.
પોતાના શરીરે કપોલ અને ઉરોજ સ્થળે તેનો હાથ લઈ ફેરવ્યો. પુરુષ-સ્ત્રીના ભેદને નહીં જાણતો વલ્કલચીરી કોઈ વિચિત્ર લાગણી અનુભવતો બોલ્યો-“મુનિઓ ! તમે તો ઘણાં સારા લાગો છો. તમારું શરીર કેવું સરસ છે? આ તમારા હૃદય સ્થળે આ બે ઊંચા ઉપસેલા શું છે? 10 ઘણું કોમળ ને ગમે તેવું તમારું શરીર છે.” વેશ્યાઓ બોલી–“આ તો અમારા આશ્રમના જળ, વાયુ તેમજ આવા ઉત્તમ ફળોનો પ્રતાપ છે. તમે અમારી સાથે ચાલો, તમને ઘણો આનંદ આવશે. તમે પણ અમારા જેવા સુંદર થશો.” વલ્કલચીરી તેમની વાતમાં લોભાયો, તેમનાથી અંજાયો. તેમની સાથે જવા પોતાના પાત્ર આદિ સંતાડી તૈયાર થઈ આવી ગયો. તે કહ્યું છે કે માણસ ત્યાં સુધી જ મુનિભાવવાળો, યતિ, જ્ઞાની, તપસ્વી અને જિતેન્દ્રિય 15 છે કે જ્યાં સુધી તે કોઈ સુંદર સ્ત્રીના સંપર્કમાં આવ્યો નથી.
તેઓ જવાની તૈયારી કરતાં હતા ત્યાં સામે થોડે દૂરથી સોમચંદ્રઋષિને આવતા જોયા એટલે વેશ્યાઓ નાઠીને ગુપ્તસ્થાનમાં ઉભેલા રથમાં બેસી પોતનપુર પાછી આવી. વલ્કલચીરીમાં નાસવાની ચતુરાઈ ન હોવાથી તે પિતાના ભ.થી ત્યાં જ ક્યાંક સંતાઈ ગયો અને પછી પોતન આશ્રમ તરફ પગપાળા ચાલ્યો. વેશ્યા પાસેથી રાજાએ જાણ્યું કે વલ્કલચીરી અહીં પણ ન આવી શક્યો 20 અને તેણે આશ્રમ પણ છોડી દીધો ત્યારે તેને ઘણી ચિંતા થઈ. તપાસ કરાવી પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં. રાજાને લાગ્યું કે–“મારો ભોળો ભાઈ બંને સ્થાનથી ભ્રષ્ટ થયો. આશ્રમ અને મહેલ બંનેથી ગયો. તે ક્યાં હશે ને કેમ હશે ?” આ શોકથી તેણે ગીતનૃત્ય આદિનો આખા નગરમાં નિષેધ કરાવ્યો. - આ તરફ પોતન આશ્રમ જવાની ઇચ્છાથી વલ્કલચીરી એકલો વનમાં આગળ વધ્યો. માર્ગમાં 25 એક રથવાને તેને જોઈ પૂછ્યું-“બાળઋષિ તમારે ક્યાં જાવું છે ?” તેણે કહ્યું–“પોતનઆશ્રમ જવું છે.” રથવાળો હું પણ ત્યાં જ જાઉં છું કહી તેને રથમાં બેસાડ્યો. તેમાં બેઠેલી રથવાળાની પત્નીને “તાત વં' (હે પિતાજી ! હું વંદન કરું છું, એમ કહ્યું. સ્ત્રીએ પતિને કહ્યું – “આ તો
સ્ત્રી-પુરુષના ભેદને પણ નથી સમજતો, કેવો મુગ્ધ છે!” તેમણે લાડવા ખાવા આપ્યા. વલ્કલગીરી કહેવા લાગ્યો-“આ ફળ તો પેલા સુંદર તપસ્વીઓએ આપેલ તેવા જ છે !” આમ વાત કરતાં 30