________________
૩૭૨ કી કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૩) સેવકોને મરણાંત શિક્ષા કરીશ.” તે રૂપ રૌદ્રધ્યાન કરી મૃત્યુ પામી સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નારકીમાં લાંબા આયુષ્યવાળો નારકી થયો. એક હજારવર્ષ સુધી સાધુપણાના મહાવ્રતો પાલન કરવા છતાં તે નરકમાં ગયો. આમ શુદ્ધ શ્રમણભાવવાળાને શરીરનું પુષ્ટપણું કે દુર્બલપણું કારણ ન સમજવું, કારણ કે પુંડરીક સાધુ શરીરે સબળ હોવા છતાં પણ દેવપણું પામ્યો, માત્ર જેના હાડકાંચામડી શરીરમાં બાકી રહેલાં હતા, તેવો કંડરીક આકરાં કઠોર તપનો ઉદ્યમ કરવા છતાં રૌદ્રધ્યાનની પ્રધાનતાના કારણે મૃત્યુ પામી નારકી થયો. માટે અહીં સાધુપણામાં જો કોઈ મુખ્ય કારણ હોય તો તે છે ધ્યાનનો નિગ્રહ કરવો. દુર્બલ શરીરવાળા મુનિ પણ શુભ ધ્યાનના વિરહમાં દુર્ગતિગમન કરનારા થાય છે.” વૈશ્રમણદેવ તે સાંભળીને ખુશ મનવાળો સમજી ગયો કે, “આ ભગવંતે
તો મારા મનનો અભિપ્રાય જાણી લીધો. આમનું જ્ઞાન કેટલું ચડિયાતું છે ?” ત્યાર પછી ગૌતમ10 ભગવંતને વંદન કરીને તે દેવ ચાલ્યો ગયો. (ઉપદેશપદમાંથી)
(૨) આનંદશ્રાવકની કથા
(ગા. ૮૪૪માં આપેલ કથાનો વિસ્તાર) વાણિજયગ્રામ નામના નગરમાં જિતશત્રુના નામે રાજા રાજય કરતા હતા. તે નગરમાં ખૂબ ધનાઢ્ય એવા આનંદનામના ગાથાપતિ (શ્રીમંત ગૃહસ્થ) રહેતા હતા. તે એટલા બધા રિદ્ધિ સંપન્ન 15 હતાં કે તેમણે ચાર ક્રોડ સોનામહોરો જમીનમાં, ચાર ક્રોડ સોનામહોરો ધંધામાં અને ચાર ક્રોડ
સોનામહોરો મકાન અને તેની સજાવટમાં રોકેલી હતી. તેમની પાસે દશહજાર ગાયોનું એક ગોકુળ એવા ચાર ગોકુલો હતા અર્થાત્ ૪૦ હજાર ગાયોની સંપત્તિ હતી.
તેઓ ધનવાન હોવા છતાં પણ જીવદયા પ્રેમી હતા. પોતે એવા બુદ્ધિશાળી, વિચક્ષણ હતા કે રાજપુરૂષો, સાર્થવાહ (વ્યાપારીઓ), કુટુંબીઓ તથા ઘરના સ્વજનો પોતાની ખાનગી બાબતોમાં 20 તેમની સલાહ લેતાં. તેઓ કુટુંબમાં એક સ્તંભ સમાન હતા.
આનંદશ્રાવકની પત્નીનું નામ શિવાનંદા હતું. તે સૌંદર્યસંપન્ન બત્રીસ લક્ષણયુક્ત તથા સ્ત્રીની ૬૪ કલામાં પ્રવીણ હતી. પતિ-પત્ની પરસ્પર પ્રેમથી ચાહતા. વાણિજ્ય નગરની બહાર ઇશાન ખૂણામાં કોલ્લાગ નામે એક ગામડું (સન્નિવેશ) હતું. તે સંપત્તિ અને સમૃદ્ધિથી સંપન્ન હતું. તે
ગામડામાં આનંદ ગાથાપતિના ઘણા મિત્રો, જ્ઞાતિજનો, સંબંધીઓ તથા વ્યાપારીઓ રહેતા હતા, 25 તેઓ પણ ઘણા સુખી હતા.
કોઈ એક પ્રસંગે ભગવાન મહાવીર તે વાણિજયગ્રામમાં પધાર્યા અને દુતિપલાસનામના ઉદ્યાનમાં સમોસર્યા. ભગવાન મહાવીર પધાર્યાની વાત રાજસેવકોએ રાજા જિતશત્રુને કરી એટલે રાજા ચતુરંગી સેના સાથે ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે નીકળ્યા. આ વાતની આનંદ
શ્રાવકને ખબર પડતાં તેઓ પણ મિત્ર-સ્નેહીજનો તથા કુટુંબીજનો સાથે ભ. મહાવીરના વંદન 30 અર્થે તેમજ દેશના સાંભળવા માટે નીકળ્યા. સમોસરણમાં આવીને આનંદશ્રાવકે ભગવાન મહાવીર