________________
પુંડરીક-કંડરીકની કથા # ૩૭૧ તો પણ હવે નિરોગી થયા છતાં બહાર વિહાર કરવાની ઇચ્છા કરતા નથી. રાજાએ પણ જાણ્યું કે, “આ અહીં રહે તે સારું ન કહેવાય”— એમ વિચારીને રાજાએ કંડરીકમુનિને કહ્યું કે, “તમો તો ખરેખર ધન્ય અને દુષ્કરકારી છો કે, રાજલક્ષ્મી મળવા છતાં પણ તેનો ત્યાગ કર્યો. તથા કુટુંબાદિકપરિવારથી હળવા બની દેશ-દેશાવરમાં વિહાર કરો છો.” રાજાનું ચિત્ત સમજીને લજ્જાવાળો બની બહાર વિહાર કરવા માટે નીકળ્યો, તો પણ ભગ્નપરિણામવાળો હવે ક્ષુધા, 5 તૃષા વગેરે પરિષહો સહન કરવા માટે સમર્થ થઈ શકતો ન હોવાથી ફરી પણ કેટલાક દિવસ પછી તે નગરી નજીક આવી પહોંચ્યો. અનુક્રમે રાજાના ગૃહ-ઉદ્યાનમાં આવ્યો. ધાવમાતાએ જોયો, એટલે રાજાને સમાચાર આપ્યા. રાજા વિચાર કરે છે કે, “આ પ્રવ્રજ્યા છોડવાની ઇચ્છા કરે છે, તે અકાર્ય છે. કોઈ પ્રકારે તે છોડવા જ તૈયાર થયો છે. જો કોઈ પ્રકારે હજૂ પણ સ્થિર બની જાય''—એમ ધારી પોતે જ વિભૂતિ-સહિત આવી ત્રણ પ્રદક્ષિણા આપીને વંદના કરી, તથા 10 તેમના સાધુપણાની પ્રશંસા કરી—“ખરેખર તમો ધન્ય છો, કૃતકૃત્ય છો કે, જે આપે પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. હું કેવો પાપી છું ? કે, નરકના દ્વાર સમાન આ રાજ્ય છોડવાના મનવાળો થતો નથી.” આ પ્રમાણે પ્રવ્રજ્યા ટકાવવા માટે ઘણો ઉત્સાહિત કર્યો, પરંતુ તેણે સજ્જડ શ્યામ મુખ કરતાં રાજાએ તેને કહ્યું કે, ‘શું તારે રાજ્ય જોઈએ છે ?' ત્યારે જવાબ ન આપતાં મૌન રાખ્યું-એટલે મોટાભાઈ પુંડરિકરાજાએ રાજ્ય તેને ભળાવી દીધું અને કેદીના હાથ-પગમાં બેડીઓનું 15 બંધન હોય અને જેમ તેનાથી મુક્ત થાય અને જે આનંદ તે મુક્ત થયેલાને થાય, તેવા આનંદથી રાજાએ પણ રાજબંધનનો ત્યાગ કરી કલ્યાણના કલ્પવૃક્ષ-સમાન તેના શ્રમણચિહ્ન-રજોહરણ અને લિંગ (મુનિવેષ) પોતે ગ્રહણ કર્યા. (૧૦૦)
હવે પુંડરીકરાજાએ મુનિવેષ સ્વીકારી અભિગ્રહ કર્યો કે, “ગુરુના દર્શન કર્યા સિવાય મારે ભોજન ન કરવું.” આવો અભિગ્રહ ગ્રહણ કરીને પ્રયાણ કર્યું, તો ત્રીજા દિવસે ગુરુ પાસે 20 પહોંચી, તે દિવસે દીક્ષા ગ્રહણ કરી. રાજશરીર હોવાથી અનુચિત ભોજનના કારણે તે રાત્રે અસાધ્ય વિસૂચિકા (ઝાડાનો રોગ) ઉત્પન્ન થયો અને અત્યંત વિશુદ્ધ પરિણામવાળા તે મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધનામના વિમાનમાં અત્યંત રૂપવાળા તેત્રીસ સાગરોપમ આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન
થયા.
હવે રાજ્યગાદી પર આવેલો કંડરીક મસાણના કંઈક બળેલા લાકડા સમાન, જેની આજ્ઞા 25 કોઈ માનતા નથી, દરેક તેની આજ્ઞાનો ઝેર માફક ત્યાગ કરે છે. હવે તીવ્ર ક્ષુધાથી પરાભવિત થયેલો તે રસોયાને આજ્ઞા કરે છે કે, “અહીં જેટલા પ્રકારની ભોજનની વાનગીઓ તૈયાર કરી શકાતી હોય, તે એકે એક વાનગીઓની ભોજવિવિધ મારા માટે તૈયાર કરો.” ભોજન-સમયે ભોજન-વિધિમાં સર્વ વાનગીઓ હાજર કરી અકરાંતિયાની જેમ ખૂબ આહાર ખાધો, એટલે તે જ રાત્રે વિસૂચિકા-ઝાડાનો અસાધ્ય રોગ થયો. પોતાના પરિવારે પણ તેના રોગની દરકાર ન 30 કરી અને ચિકિત્સા ન કરાવી. એટલે તે રૌદ્રધ્યાન કરતો કે, “સવારે મારી ચાકરી ન કરનાર