________________
૩૨૪ મી આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अर्थानामिति गम्यते, मोहनं मोहः-वितथग्रहः न मोह: अमोहः-अवितथग्रह: शोधनं-शुद्धिः मिथ्यात्वमलापगमात् सम्यक्त्वं शुद्धिः, सत्-जिनाभिहितं प्रवचनं तस्य भावः सद्भावः तस्य दर्शनम्-उपलम्भः सद्भावदर्शनमिति, बोधनं बोधिरित्यौणादिक इत्, परमार्थसम्बोध इत्यर्थः,
अतस्मिंस्तदध्यवसायो विपर्ययः न विपर्ययः अविपर्ययः, तत्त्वाध्यवसाय इत्यर्थः, सुशब्दः प्रशंसायां, 5 शोभना दृष्टिः सुदृष्टिरिति, एवमादीनि सम्यग्दर्शनस्य निरुक्तानीति, गाथार्थः ॥८६१॥ श्रुतसामायिकनिरुक्तिप्रदर्शनायाऽऽह
अक्खर सन्नी संमं सादियं खलु सपज्जवसियं च ।
गमियं अंगपविटुं सत्तवि एए सपडिवक्खा ॥८६२॥ व्याख्या : इयं च गाथा पीठे व्याख्यातत्वान्न विव्रियते ॥ 10
देशविरतिसामायिकनिरुक्तिमाह
विरयाविरई संवुडमसंवुडे बालपंडिए चेव ।
देसेक्कदेसविरई 'अणुधम्मो अगारधम्मो य ॥८६३॥ व्याख्या : विरमणं विरतं, भावे निष्ठाप्रत्ययः, न विरतिः-अविरतिः, विरतं चाविरतिश्च અવિપરીત દૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ, અહીં ‘પદાર્થોનીશબ્દ જાણી લેવો. (૨) મોહ પામવો તે મોહ 15 અર્થાત ખોટો ગ્રહ (ખોટી સમજણ), આવો ખોટો ગ્રહ ન હોવો તે અમોહ. (૩) મિથ્યાત્વરૂપ
મળના દૂર થવાથી સમ્યકત્વ એ શુદ્ધિ તરીકે જાણવું. (૪) એટલે જિનેશ્વરોવડે કહેવાયેલું પ્રવચન, તેનો જે ભાવ (યથાવસ્થિત સ્વરૂપ) તે સદ્ભાવ, તેનો જે બોધ તે સદ્ભાવદર્શન. (૫) બોધિ એટલે બોધ અર્થાત્ પારમાર્થિકજ્ઞાન. અહીં ‘પુત્' ધાતુને ઔણાદિકથી “તું” પ્રત્યય લાગેલ છે.
(૬) ખોટામાં સાચાની બુદ્ધિ તે વિપર્યય. આવો વિપર્યય ન હોવો તે અવિપર્યય અર્થાત્ સાચામાં 20 સાચાની બુદ્ધિ. (૭) “સુ” શબ્દ પ્રશંસા અર્થમાં છે. તેથી શોભન એવી જે દષ્ટિ તે સુદૃષ્ટિ. આ પ્રમાણે સમ્યગ્દર્શનની નિરુક્તિઓ જાણવી. ૧૮૬ ૧||
અવતરણિકા : શ્રુતસામાયિકની નિરુક્તિઓ બતાવવા માટે કહે છે ?
ગાથાર્થ : અક્ષર, સંજ્ઞી, સમ્યક, સાદિ, સાંત, ગમિક અને અંગ-પ્રવિષ્ટ, આ સાતે પોતાના પ્રતિપક્ષસહિત જાણવા. 25 ટીકાર્થ આ ગાથા પીઠિકામાં (ગા. ૧૯માં) કહેવાયેલી હોવાથી તેનું અહીં વિવરણ કરાતું નથી. II૮૬રો
અવતરણિકા : દેશવિરતિસામાયિકની નિરુક્તિને કહે છે ? ગાથાર્થ વિરતાવિરતિ, સંવૃતાસંવૃત, બાળપંડિત, દેશકદેશવિરતિ, અણુધર્મ અને અગારધર્મ.
ટીકાર્થ: (૧) અટકવું તે વિરત. અહીં ભાવમાં (તે જ અર્થમાં) નિષ્ઠા પ્રત્યય (તત પ્રત્યય) 30 લાગતા ‘વિરત’ શબ્દ બન્યો. તેનો અર્થ કરવો વિરતિ. વિરતિ ન હોવી તે અવિરતિ, જે નિવૃત્તિમાં " વિરતિ અને અવિરતિ છે, તે વિરતાવિરતિ. (૨) સંવૃત્ત = છોડેલું અને અસંવૃત્ત = નહીં છોડેલું.