________________
નયોને આશ્રયી સામાયિકનું સ્વરૂપ (નિ. ૭૯૨)
व्याख्या : ‘નીવ:' આત્મા, મુળ: પ્રતિપત્ર:આશ્રિત:—ગુણપ્રતિપત્ર:, મુળાશ્ચ સમ્યવાદ્ય: खल्वौपचारिकाः, 'नयस्य' द्रव्यार्थिकस्य सामायिकमिति वस्तुत आत्मैव सामायिकं, गुणास्तु तद्व्यतिरेकेणानवगम्यमानत्वान्न सन्त्येव, तत्प्रतिपत्तिरपि तस्य भ्रान्ता, चित्रे निम्नोन्नतभेदप्रतिपत्तिवदिति भावना, स एव सामायिकादिर्गुणः पर्यायार्थिकनयस्य, परमार्थतो यस्माज्जीवस्य एष गुण इति, उत्तरपदप्रधानत्वात् तत्पुरुषस्य, यथा तैलस्य धारेति, न तत्र धाराऽतिरेकेणापरं 5 तैलमस्तिं, एवं न गुणातिरिक्तो जीव इति, इत्थं चेदमङ्गीकर्तव्यमिति मन्यते, तथाहि गुणातिरिक्त जीवो नास्ति प्रमाणानुपलब्धेः, रूपाद्यर्थान्तरभूतघटवत्, तस्माद्गुणः सामायिकमिति हृदयं, न तु जीव इति गाथार्थः ॥
साम्प्रतं पर्यायार्थिक एव स्वं पक्षं समर्थयन्नाह
उप्पज्जंति वयंति य परिणम्मंति य गुणा ण दव्वाई ।
૨૧૫
10
ટીકાર્થ : ગુણોવડે આશ્રિત (યુક્ત) એવો આત્મા દ્રવ્યાર્થિકનયના મતે સામાયિક છે. સમ્યક્ત્વાદિ ગુણો એ તો ઔપચારિક છે. વાસ્તવિક રીતે આત્મા જ (એટલે કે દ્રવ્ય જ) સામાયિક કે છે. ગુણો તો આત્માથી જુદા જણાતા જ ન હોવાથી વિદ્યમાન જ નથી. (અર્થાત્ આત્મા વિના એકલા ગુણો જણાતા નથી જ્યારે ગુણો જણાય છે ત્યારે આત્મા સાથે જ હોય છે તેથી ખરેખર આત્મા જ છે ગુણો નથી.) લોકોની દ્રવ્યમાં) ગુણની પ્રતિપત્તિ પણ ચિત્રમાં 15 નિમ્નોન્નતભેદપ્રતિપત્તિની જેમ ભ્રાન્તિ સ્વરૂપ છે. (અર્થાત્ ચિત્રમાં “આ નીચું છે, આ ઊંચું છે” વગેરે જે ભેદ દેખાય છે તે જેમ ભ્રાન્તિ સ્વરૂપ છે તેમ દ્રવ્યમાં થતો રૂપાદિ ગુણોનો બોધ પણ ભ્રાન્તિરૂપ છે, વાસ્તવિક નથી.)
4.
"
પર્યાયાસ્તિક નયના મતે તે જ સામાયિકાદિ ગુણ પારમાર્થિક છે (દ્રવ્ય નહીં.) કારણ કે તે સામાયિકાદિ ગુણ જીવનો છે. (આશય એ છે કે પૂર્વે “આત્મા હજી સામયિ” એ પ્રમાણે 20 જે કહ્યું હતું તેમાં પણ જ્ઞાનાદિત્રિક રૂપ સામાયિક એ જીવનો ગુણ હોવાથી ઉપચારથી આત્મા સામાયિક છે એમ કહ્યું, વાસ્તવિક રીતે તો ગુણ જ સામાયિક છે. તેનું કારણ આગળ બતાવશે. અહીં જીવનો ગુણ એ તત્પુરુષ સમાસ છે.) તત્પુરુષ સમાસમાં ઉત્તરપદ મુખ્ય હોય છે જેમ કે તેલની ધારા. જેમ અહીં ધારાથી જુદું કોઈ તેલ હોતું નથી તેમ (જીવનો ગુણ એમ બોલતા) ગુણથી જુદો કોઈ જીવ નથી. અને આ પ્રમાણે જે કહ્યું તે તે જ રીતે સ્વીકારવું જોઈએ એમ 25 પર્યાયાસ્તિક નય માને છે. તેનું એમ કહેવું છે કે – ગુણથી જુદો જીવ નથી કારણ કે કોઈ પ્રમાણથી ગુણથી જુદા એવા આત્માનો બોધ થતો નથી. જેમ કે, રૂપાદિ વિના એકલા ઘટનો બોધ થતો નથી, તેમ ગુણ વિના એકલા આત્માનો બોધ થતો નથી. માટે ગુણ જ સામાયિક છે પણ જીવ (દ્રવ્ય) સામાયિક નથી. ।।૭૯૨
અવતરણિકા : હવે પર્યાયાસ્તિકનય જ પોતાના પક્ષનું સમર્થન કરતાં કહે છે ગાથાર્થ : ગુણો જ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને પરિણામ પામે છે પણ દ્રવ્યો નહીં,
30