________________
અપર્યાયમાં પરિજ્ઞા નથી (નિ. ૭૯૪) ક ૨૧૭ — एवं पर्यायाथिकेन स्वमते प्रतिपादिते सति द्रव्यार्थिक आह- द्रव्यं प्रधानं न गुणाः, यस्मात्
जं जं जे जे भावे परिणमइ पओगवीससा दव्वं ।
तं तहेव जाणाइ जिणो अपज्जवे जाणणा नत्थि ॥७९४॥ दारं ॥ व्याख्या : यद् यद् यान् यान् भावान् विज्ञानघटादीन् परिणमति प्रयोगविस्त्रसातो द्रव्यं 5 तत्, प्रयोगेन घटादीन् विश्रसातोऽभ्रेन्द्रधनुरादीन्, द्रव्यमेव तदुत्प्रेक्षितपर्यायमुत्फणविफणकुण्डलितादिपर्यायसमन्विंतसर्पद्रव्यवत्, तथाहि-न तत्र केचनोत्फणादयः सर्पद्रव्यातिरिक्ताः सन्ति, निर्मूलत्वात्, किन्तु तदेव तत्र[च्च] परमार्थसदिति, किञ्च-तत् 'तथैव' अन्वयप्रधानं पर्यायोपसर्जनं जानाति परिच्छिनत्ति जिनः 'अपज्जवे जाणणा णत्थि' त्ति अपर्याये-निराकारे 'जाणणा नत्थि 'त्ति परिज्ञा नास्ति, न च ते पर्यायाः तत्र वस्तुनि सन्तो द्रव्यमेव, तदाकारवत्, ततश्च तदेव सत्, केवलि- 10 તેથી ગુણો જ સામાયિક છે. Il૭૯૩
અવતરણિકા : આ પ્રમાણે પર્યાયાર્થિકન વડે પોતાનો મત પ્રતિપાદન કરાતા દ્રવ્યાર્થિકના કહે છે કે દ્રવ્ય જ પ્રધાન છે ગુણ નહીં કારણ કે હું
ગાથાર્થ : જે જે (પદાર્થ) પ્રયોગથી કે કુદરતી રીતે જે જે ભાવોમાં પરિણામ પામે છે તે દ્રવ્ય જ છે. તેને તે રીતે જ જિનેશ્વર જાણે છે. અપર્યાયમાં પરિણા નથી.
15 ટીકાર્થ : જે જે (આત્મા–માટી વગેરે વસ્તુ) જે જે વિજ્ઞાન–વટાદિભાવોમાં પ્રયોગથી કે વિગ્નસાથી પરિણામ પામે છે. તે સર્વ દ્રવ્ય જ છે (ગુણ નહીં.) તેમાં પ્રયોગથી ઘટાદિભાવોમાં પરિણમે અને વિગ્નસાથી વાદળ-ઇન્દ્રધનુષાદિભાવોમાં પરિણમે. તે સર્વ (વટાદિ, વાદળાદિ) ઉ—ક્ષિતપર્યાય (અર્થાત્ વાસ્તવિક નહીં પણ કાલ્પનિક પર્યાયવાળી) વસ્તુ દ્રવ્ય જ છે. જેમ કે, ફણાં ઊંચી કરવી, ફણા નીચી કરવી, ગોળ વળીને બેસવું વગેરે પર્યાયથી યુક્ત એવું સર્પદ્રવ્ય. 20 અહીં ઉત્કૃણા વગેરે કોઈ સર્પદ્રવ્યથી જુદા પર્યાયરૂપે નથી કારણ કે નિર્મૂળ છે. (અર્થાત્ દ્રવ્ય વિના આ ઉત્કૃણાદિ પર્યાયો રહી શકતા જ નથી તેથી આ ઉત્કૃણાદિ પર્યાય નથી.) પરંતુ તે જ એટલે કે દ્રવ્ય જ છે અને તે દ્રવ્ય જ પરમાર્થથી સત્ છે. . વળી જિન અન્વય પ્રધાન અને પર્યાય ગૌણ છે જેમાં એવું જ દ્રવ્ય જુએ છે. (અર્થાત્ ઉલ્ફણ, વિફણ, કુંડલિતા વગેરે દરેક પર્યાયમાં અન્વયી એટલે કે અન્વયપ્રધાન એટલે કે દરેક 25 અવસ્થામાં અનુસરનારો સર્પ જ જિન જુએ છે. ઉત્કૃણા, વિફણા વગેરે પર્યાયો તો દ્રવ્યમાં ગૌણ હોય છે. (જિન જે દ્રવ્ય જુએ છે તેમાં પર્યાય ગૌણ રૂપે હોય છે પરંતુ પર્યાયરહિત તે દ્રવ્ય હોતું નથી કારણ કે, "અપર્યાયમાં એટલે કે પર્યાય વિનાના દ્રવ્યમાં પરિજ્ઞા હોતી નથી (અર્થાત પર્યાયરહિત દ્રવ્ય તો કેવલી પણ જોઈ શકતા નથી.) તથા દ્રવ્યનો આકાર જેમ દ્રવ્ય નથી તેમ તે દ્રવ્યમાં વર્તતા પર્યાયો પણ દ્રવ્ય નથી. તેથી કેવલીને પણ માત્ર સ્વાત્માની જેમ 30