________________
સ્થિતિદ્વાર (નિ. ૮૧૭)
૨૩૯
विशेषणे, किं विशिनष्टि ? - भावजागर: द्वयोः प्रथमयोः पूर्वप्रतिपन्न एव, द्वयस्य तु प्रतिपत्ता भवतीति, निद्रासुप्तस्तु चतुर्णामपि पूर्वप्रतिपन्नो भवति, न तु प्रतिपद्यमानकः, भावसुप्तस्तूभयविकलः, नयमताद्वा प्रतिपद्यमानको भवति, अलं विस्तरेण । जन्म त्रिविधम्- अण्डजपोतजजरायुजभेदभिन्नं, तत्र यथासङ्ख्यं 'तिग तिग चउरो भवे कमसो' त्ति अण्डजाः - हंसादयः त्रयाणां प्रतिपद्यमानकाः सम्भवन्ति, पूर्वप्रतिपन्नास्तु सन्त्येव, पोतजाः - हस्त्यादयोऽप्येवमेव, जरायुजाः- मनुष्यास्तेऽपि 5 चतुर्णामित्थमेव, औपपातिकास्तु प्रथमयोर्द्वयोरेवमिति गाथार्थः ॥ ८१६ ॥
स्थितिद्वारमधुनाऽऽह
उक्कोसयद्वितीए पडिवज्जंते य णत्थि पडिवण्णो ।
अजहण्णमणुकोसे पडिवज्जंते य पडिवण्णे ॥ ८१७॥
व्याख्या : आयुर्वर्जानां सप्तानां कर्मप्रकृतीनामुत्कृष्टस्थितिर्जीवश्चतुर्णामपि सामायिकानां 10 'पंडिवज्जंते य णत्थि पडिवण्णो' त्ति प्रतिपद्यमानको नास्ति प्रतिपन्नश्च नास्तीति चशब्दस्य વિશેષ અર્થને જણાવે છે. ક્યો છે તે વિશેષ–અર્થ ? તે કહે છે – ભાવથી જાગતો જીવ પ્રથમ બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન છે અને પછીના બે સામાયિકને પ્રાપ્ત કરનારો હોઈ શકે છે. નિદ્રાથી સુતેલો ચારે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે પણ પ્રતિપદ્યમાનક હોતો નથી. ભાવથી સુતેલો જીવ પૂર્વપ્રતિપક્ષ કે પ્રતિપદ્યમાનક હોતો નથી. અથવા નયમતથી (વ્યવહારનયથી) પ્રતિપઘમાનક 15 સંભવે છે. વધુ ચર્ચાથી સર્યું.
જન્મ ત્રણ પ્રકારના છે – અંડજ, પોતજ અને જરાયુજ, તેમાં ક્રમશઃ ત્રણ, ત્રણ અને ચાર સામાયિકના પ્રતિપઘમાનક સંભવે છે. ઇંડામાંથી ઉત્પન્ન થયેલા હંસ વગેરે પ્રથમ ત્રણ સામાયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે. (અર્થાત્ વિવક્ષિતકાળે કોઇક સ્વીકારે અથવા ન પણ સ્વીકારે) પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. (અર્થાત્ વિવક્ષિતકાળે જેટલા અંડજ જીવો વિદ્યમાન છે 20 તેમાંથી કો'કને કો'કની પાસે પ્રથમ ત્રણ સામાયિકમાંથી બે કે ત્રણ સામાયિક પૂર્વે પ્રાપ્ત કરેલા હોય જ છે.) એ જ પ્રમાણે હસ્તિ વગેરે પોતજ જીવોમાં પણ જાણવું. તથા મનુષ્યોરૂપ જરાયુજ પણ ચારે સામાયિકના એ જ પ્રમાણે પ્રતિપદ્યમાનક સંભવે છે અને પૂર્વપ્રતિપક્ષ હોય જ છે. ઔપપાતિક જીવો (દેવ-નારકો) પ્રથમ બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય જ છે અને પ્રતિપદ્યમાનક સંભવે છે. ૮૧૬॥
અવતરણિકા : હવે સ્થિતિદ્વારને કહે છે
ગાથાર્થ ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતો જીવ પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન હોતો નથી. મધ્યમસ્થિતિમાં વર્તતો જીવ પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન હોય છે.
25
ટીકાર્થ : આયુષ્ય સિવાય શેષ સાત કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિવાળો જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન હોતો નથી. “” શબ્દનો અન્યસ્થાને સંબંધ જોડવો. (અર્થાત્ 30