________________
૨૪૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) व्यवहितः सम्बन्धः, आयुषस्तूत्कृष्टस्थितौ द्वयोः पूर्वप्रतिपन्न इति, अजघन्योत्कृष्टस्थितिरेवाजघन्योत्कृष्टः स्थितिशब्दलोपात्, 'पडिवज्जंते य पडिवण्णो 'त्ति, स हि चतुर्णामपि प्रतिपद्यमानकः सम्भवति, प्रतिपन्नश्चास्त्येव, जघन्यायुष्कस्थितिस्तु न प्रतिपद्यते, न पूर्वप्रतिपन्नः, क्षुल्लंकभवगत इति,
शेषकर्मराशिजघन्यस्थितिस्तु देशविरतिरहितस्य सामायिकत्रयस्य पूर्वप्रतिपन्नः स्याद्, 5 दर्शनसप्तकातिक्रान्तः क्षपकः अन्तकृत् केवली, तस्य तस्यामवस्थायां देशविरतिपरिणामाभावात्, जघन्यस्थितिकर्मबन्धकत्वाच्च जघन्यस्थित्वं तस्य न तूपात्तकर्मप्रवाहापेक्षयेति, आह च भाष्यकार:
__ ण जहण्णाउठिईए पडिवज्जड़ णेव पुव्वपडिवण्णो ।
सेसे पुव्वपवण्णो देसविरतिवज्जिए होज्ज ॥१॥" त्ति गाथार्थः ॥८१७॥ द्वारं ॥ 10 “વિનંતે ” અહીં રહેલ “વ” શબ્દ અહીંને બદલે “ડવો" શબ્દ પછી જોડવાનો છે.
જે ટીકામાં જોડી દીધો છે.) આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિવાળો જીવ પ્રથમ બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોઈ શકે છે. મૂળગાથામાં “અજઘન્યોત્કૃષ્ટ” શબ્દમાં “સ્થિતિ” શબ્દનો લોપ થયેલ છે. તેથી અહીં અજઘન્યોત્કૃષ્ટસ્થિતિવાળો જીવ ગ્રહણ કરવાનો છે (અર્થાત્ મધ્યમસ્થિતિવાળો જીવ.) તે
ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક સંભવે છે અને પૂર્વપ્રતિપન્ન હોય જ છે. 15 જઘન્યાયુષ્કવાળો અર્થાત્ કુલ્લકભવ પામેલો જીવ પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન હોતો નથી.
શેષ કર્મોની જઘન્યસ્થિતિવાળો જીવ દેશવિરતિરહિત ત્રણ સામાયિકનો પૂર્વ પ્રતિપન્ન વિવક્ષિતકાળે પ્રાપ્ત થઈ શકે છે. તે આ રીતે દર્શનસપ્તકનો ક્ષય કરનાર એવો ક્ષપક અંતકૃત કેવલી. જઘન્યસ્થિતિવાળી જીવ છે અને તેને તે અવસ્થામાં (શ્રેણિમાં) દેશવિરતિના પરિણામ હોતા નથી.
તેથી દેશવિરતિરહિત ત્રણ સામાયિકનો પૂર્વપ્રતિપન્ન છે. વળી અહીં જે જઘન્યસ્થિતિ કહી છે, 20 તે જઘન્યસ્થિતિનો બંધ કરનાર જીવની અપેક્ષાએ જાણવી, પરંતુ પૂર્વે બંધાયેલા કર્મોની સત્તાની અપેક્ષાએ જઘન્યસ્થિતિ લેવાની નથી.
(કહેવાનો આશય એ છે કે જઘન્ય કર્મસ્થિતિવાળો જીવ સત્તાગત કર્મસ્થિતિ જેની ઓછી હોય તે લેવો કે નવા કર્મોની જઘન્યસ્થિતિને બાંધનારો હોય તે લેવો ? તેનો જવાબ આપે છે
કે –દર્શનસપ્તકનો ક્ષય કરનાર એવો ક્ષપકશ્રેણીમાં રહેલ જીવ જો કે પોતાના શુભ અધ્યવસાયથી 25 સત્તામાં રહેલ કર્મસ્થિતિને ઓછી કરે છે છતાં પણ તે સમયે તે જીવને નવા બંધાતા કર્મોની સ્થિતિની
અપેક્ષાએ સત્તાગત કર્મસ્થિતિ મોટી હોય છે. તેથી બંધસ્થિતિની અપેક્ષાએ જ જઘન્ય સ્થિતિવાળો જીવ લેવો.) આ જ વાત ભાષ્યકારે જણાવી છે –“આયુષ્યની જઘન્યસ્થિતિમાં વર્તતો જીવ પ્રતિપઘમાનક કે પૂર્વપ્રતિપન્ન હોતો નથી. શેષકર્મોની જઘન્યસ્થિતિવાળો જીવ દેશવિરતિરહિત
શેષ ત્રણ સામાયિકની પૂર્વ પ્રતિપન્ન હોય છે.” (વિ.આ.ભા. ૨૭૨૫) ૫૮૧ 30 ૪૭. નનયા સ્થિત પ્રતિષ જૈવ પૂર્વતિપન્નઃશેષે પૂર્વપ્રતિપન્નો વહિવતે મવેત્ ા