________________
૨૪૪ હ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) तैजसकामणकाययोग एव केवले अपान्तरालगतावाद्यं सामायिकद्वयं प्राक्प्रतिपन्नतामधिकृत्य स्यात्, मनोयोगे केवले न किञ्चित्, तस्यैवाभावाद्, एवं वाग्योगेऽपि, कायवाग्योगद्वये तु स्याद् द्वयमाद्यं प्राक्प्रतिपन्नतामधिकृत्य, सम्यक्त्वात् प्रतिपततो विकलेन्द्रियोपपातिषु घण्टालालान्यायेनेति विस्तरेणालम् । द्वारम् । 'उवओगदुगंमि चउरो पडिवज्जे 'त्ति उपयोगद्वये-साकारानाकारभेदे चत्वारि प्रतिपद्यते, प्राक्प्रतिपन्नस्तु विद्यत एव, अत्राह- सव्वाओ लद्धीओ सागारोवओगोवउत्तस्स भवन्ती' त्यागमादनाकारोपयोगे सामायिकलब्धिविरोधः, उच्यते, प्रवर्धमानपरिणामजीवविषयत्वात् तस्यागमस्य, अवस्थितौपशमिकपरिणामापेक्षया चानाकारोपयोगे सामायिकलब्धिप्रतिपादनादविरोध કાયયોગમાં અપાન્તરગતિમાં પ્રથમ બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન સંભવે છે. (અર્થાત ક્યારેક હોય,
ક્યારેક ન હોય.) 10 માત્ર મનોયોગ કે માત્ર વચનયોગમાં કોઈ સામાયિક નથી કારણ કે એકલો મનોયોગ કે
એકલો વચનયોગ સંભવતો જ નથી. કાયયોગ અને વચનયોગ આ બે યોગવાળો જીવ પ્રથમ બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન સંભવે છે. (તે આ રીતે) ઔપથમિક સમ્યકત્વવાળ જીવ મૃત્યુ પામવા દ્વારા સમ્યક્ત્વથી પડીને જયારે વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે ત્યારે જન્મકાળે તે જીવને
ઘંટાલાલાન્યાયે સાસ્વાદનસમ્યત્વ હોવાથી કાયયોગ-વચનયોગવાળો જીવ પ્રથમ બે સામાયિકનો 15 પૂર્વપ્રતિપન્ન ઘટે છે. (અહીં ઘંટાલાલાન્યાય એટલે ઘંટની મધ્યમાં રહેલ દંડનું (લોલકનું) બંને બાજુ
જવું. આ ન્યાયથી અહીં પૂર્વભવનું સમ્યકત્વ પૂર્વભવમાં પણ હોય અને પછીના ભાવમાં પણ આવે છે.) વધુ વિસ્તારથી સર્યું.
સાકાર-અનાકારરૂપ બંને ઉપયોગમાં ચારે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે. પૂર્વ પ્રતિપન્ન તો વિદ્યમાન હોય જ છે.
શંકા: “સાકાર ઉપયોગમાં ઉપયુક્ત વ્યક્તિને જ બધી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે” આવું વચન છે. તેથી તમે જે અહીં અનાકાર ઉપયોગમાં પણ સામાયિકલબ્ધિની પ્રાપ્તિ કહો છો તેનો વિરોધ આવશે. એ સમાધાનઃ તમે જે આગમવચન બતાવ્યું તે વધતા પરિણામવાળા જીવને આશ્રયી છે. જયારે
અવસ્થિત પથમિક પરિણામની અપેક્ષાએ અનાકાર ઉપયોગમાં પણ સામાયિકલબ્ધિનું પ્રતિપાદન 25 કરેલ હોવાથી કોઈ વિરોધ નથી. (આશય એ છે કે, “સાકાર ઉપયોગમાં જીવને સર્વ લબ્ધિઓ પ્રાપ્ત
થાય છે” આ જેમ એક આગમવચન છે તેમ “સાકાર–અનાકારરૂપ ઉપયોગમાં સામાયિકની પ્રાપ્તિ થાય છે” એ પણ આગમવચન જ છે. તેથી પરસ્પર વિરોધી એવા આ બંને વચનો કઈ અપેક્ષાએ કહ્યા છે તે જાણવું જરૂરી છે. તેથી તે અપેક્ષાઓ આ પ્રમાણે જાણવી કે –“સમ્યકત્વને પામીને
પુનઃ મિથ્યાત્વે ગયેલા, અને ફરી કો'ક શુભનિમિત્તથી વધતા શુભઅધ્યવસાયવાળા જીવોને જે 30 સમ્યક્ત્વ-ચારિત્રાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે લબ્ધિઓ સાકારોપયોગવાળાને જાણવી. જ્યારે
પ્રથમવખત સમ્યકત્વના લાભકાળે અંતરકરણ કરવાવડે અંતરમાં પ્રવેશેલા અને માટે જ અવસ્થિત અધ્યવસાયવાળા જીવને જે સમ્યક્ત્વાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તે લબ્ધિઓ અનાકાર ઉપયોગમાં