________________
નિર્વેષ્ટનાદિદ્વારો (નિ. ૮૨૫)
दव्वेण य भावेण य निव्विडुंतो चउण्हमण्णयरं । नए अणुव्वट्टे दुगं चउकं सिया उ उव्वट्टे ॥८२५ ॥
व्याख्या : द्रव्यतो भावतश्च निर्वेष्टयन् चतुर्णामन्यतरत् प्रतिपद्यते प्राक्प्रतिपन्नश्चास्ति, द्रव्यनिर्वेष्टनं कर्मप्रदेशविसङ्घातरूपं भावनिर्वेष्टनं क्रोधादिहानिलक्षणं, तत्र सर्वमपि कर्म निर्वेष्टयंश्चतुष्टयं लभते, विशेषतस्तदावरणं ज्ञानावरणं निर्वेष्टयन् श्रुतसामायिकमाप्नोति मोहनीयं तु शेषत्रयमिति, 5 संवेष्टयंस्त्वनन्तानुबन्ध्यादीन् न प्रतिपद्यते, शेषकर्म त्वङ्गीकृत्योभयथाऽप्यस्ति । द्वारम् । उद्वर्तनाद्वारमधुनानरकेषु - अधिकरणभूतेष्वनुद्वर्तयन्, तत्रस्थ एवेत्यर्थः, नरकाद्वेति पाठान्तरं, 'दुगं ति आद्यं सामायिकद्विकं प्रतिपद्यते, तदेव चाधिकृत्य पूर्वप्रतिपन्नो भवति, उद्वृत्तस्तु 'स्यात्' कदाचित् चतुष्कं प्रतिपद्यते कदाचित् त्रिकं, पूर्वप्रतिपन्नोऽप्यस्त्येवेति गाथार्थः ॥८२५ ॥
૨૫૫
ગાથાર્થ : દ્રવ્ય અને ભાવથી નિર્જરા કરતો જીવ ચારમાંથી કોઈપણ સામાયિક પામે છે. 10 નરકમાં રહેલો જીવ બે સામાયિકને અને નરકમાંથી નીકળેલો જીવ ચાર સામાયિકને પ્રાપ્ત કરી શકે છે.
15
ટીકાર્થ : દ્રવ્યથી અને ભાવથી નિર્જરા કરતો જીવ ચારમાંથી કોઈપણ એકાદિ સામાયિકને પ્રાપ્ત કરી શકે છે અને પૂર્વપ્રત્તિપન્ન હોય જ છે. કર્મપ્રદેશોનો નાશ કરવો એ દ્રવ્યથી નિર્જરા અને ક્રોધાદિકષાયોની હાનિ એ ભાવનિર્જરા જાણવી. તેમાં આઠે કર્મોની નિર્જરા કરતો જીવ ચાર સામાયિકને પ્રાપ્ત કરે છે. વિશેષથી તે તે સામાયિકના આવરણની અર્થાત્ જ્ઞાનાવરણની નિર્જરા કરતો શ્રુતસામાયિકને પામે છે. તથા મોહનીયની નિર્જરા કરતો શેષ ત્રણ સામાયિકને પામે છે. અનંતાનુબંધી વગેરે કર્મોને બાંધતો જીવ એકપણ સામાયિકને પ્રાપ્ત કરતો નથી. જ્યારે મોહનીય અને જ્ઞાનાવરણીય સિવાયના શેષકર્મોને બાંધતો જીવ પ્રતિપદ્યમાનક અને પૂર્વપ્રતિપક્ષ એમ બંને પ્રકારે હોય છે..
હવે ઉર્તનાદ્વારને કહે છે – અધિકરણભૂત એવા નરકમાંથી નહીં નીકળતો અર્થાત્ તેમાં જ રહેલો, અથવા મૂળગાથામાં “નરજ્જુ’”ની જગ્યાએ નરયાઓ નરકમાંથી” એ પ્રમાણે પાઠાન્તર છે. તેથી નરકમાંથી નહીં નીકળતો જીવ પ્રથમ બે સામાયિકને પ્રાપ્ત કરનાર સંભવે છે અને તે પ્રથમ બે સામાયિકને આશ્રયી પૂર્વપ્રતિપન્ન હોય છે. (ટૂંકમાં નરકમાં રહેલાં જીવોમાં પ્રથમ બે સામાયિકનો પ્રતિપદ્મમાનક સંભવે છે અને પૂર્વપ્રતિપક્ષ નિયમથી હોય છે.)
નરકમાંથી નીકળતો જીવ ક્યારેક (અર્થાત્ મનુષ્યમાં આવે તો) ચાર સામાયિકને પ્રાપ્ત કરે છે ક્યારેક (અર્થાત્ તિર્યંચમાં આવે તો) ત્રણ સામાયિકને પ્રાપ્ત કરનાર હોય છે. પૂર્વપ્રતિપક્ષ તો હોય જ છે. (પ્રથમ પાંચ નરકમાંથી આવેલા સર્વવિરતિ પામી શકે છે, છઠ્ઠી નરકમાંથી આવેલા દેવરિત પામી શકે અને સાતમી નરકમાંથી આવેલા સમ્યક્ત્વ પામી શકે રૂતિ તો પ્રજાશે.)
૧૮૨૫॥
20
25
30